થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-544/-તથા એક ઇનોવા ગાડી તથા 2 મોબાઇલ.કિ.10000 સાથે કુલ મુદ્દામાલ -4,93,016/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર  એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અ.હે.કોન્સ. ઈશ્વરભાઈ, અર્જુનસિંહ. ઓખાભાઈ તથા પો. કોન્સ. પ્રકાશચંદ્ર. પ્રકાશભાઇ નાઓ થરાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન  બાતમી હકીકત આધારે એક ઇનોવા ગાડી   વળાદર થી ભુરીયા બાજુ આવનાર છે જે આધારે ઇનોવા ગાડી  GJ.18.X.0960 માં *ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ-544/-કિ.રૂ.1,83,016/-તથા  ઇનોવા ગાડી ની કિ.રૂ.3,00,000/-તથા મોબાઈલ-2 કી રૂ.10000/-એમ  કુલ મુદામાલ કિ.રૂ.4,93,016/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં ઇનોવા ગાડી  ચાલક (૧) દિનેશ કુમાર બાબુલાલ વિશનોઈ રહે. જેસલા તા. સાંચોર પકડાઇ જઇ તથા (૨) જગદીશભાઈ  પ્રતાપારામ વિસનોઈ રહે. માલો કી  ધાણી તા ચિતલવાના* તથા માલ ભરાવનાર શ્રવણભાઈ ઉર્ફે પ્રકાશભાઇ કુજારામ તથા માલ મંગાવનાર ફિરીજભાઈ અને જયપાલસિંહ વાળાઓઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here