તીડના પ્રકોપથી ખેડૂતો ધંધે લાગ્યા ત્યારે હલકી પ્રસિધ્ધિ મેળવવા ધારાસભ્યએ કૃષિમંત્રને પત્ર લખ્યો !!

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

આવો જ પત્ર ભાજપના મંત્રી નયનભાઈ દેત્રોજાએ પહેલી જાન્યુઆરીએ કૃષિમંત્રીને લખ્યો હતો ! : માત્ર રજુઆતો વચ્ચે પીસાતો જગતનો તાત ?

હાલ કોરોનાની ભયંકર બિમારી અને નર્મદા કેનાલની પાણીની અછત વચ્ચે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી બાજુ માર્કેટ યાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી જણસોના વેચાણ માટે ખેડૂતો સેકાઇ રહ્યા છે તેવામાં આજે રણકાંઠા વિસ્તારના ગ્રામ્ય પંથકમાં તીડના ત્રાટકવાથી ખેડૂતોના પાકને નુકસાનીનો ભય વ્યાપી ગયો છે. ત્યારે હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્યએ બન્ને તાલુકાના ૬-૬ ગામોને તીડથી નુકસાન થયો હોવાની રજુઆત કૃષિમંત્રીને પત્ર પાઠવી માત્ર હલકી પ્રસિધ્ધી મેળવવા આગળ આવ્યા હોવાનું પંથકના ખેડૂતોમાં માત્ર ઠાલો આશ્વાસન ગણાઈ રહ્યું છે.
સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ જયારે કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે હળવદના ખેડૂતોએ થોડાક સમય અગાઉ પાક માટે નર્મદા કેનાલના પાણી છોડવા મામલે માંગ કરી હતી એટલું જ નહીં ખેડૂતોએ પોતાના પાકની જણસો માટે પણ માર્કટ યાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. છતાય આવી કપરી પરિસ્થિતિમાં કર્જના દેવા હેઠળ ખેડૂતો પરસેવો પાળી રહ્યા છે અને બીજી બાજુ ભાજપના મંત્રી નયનભાઈ દેત્રોજાએ તા. ૧/૧/ર૦ર૦ મુજબ કૃષિમંત્રીને કરેલી રજુઆત પ્રમાણે પાકિસ્તાનથી નજીક ગણાતા હળવદના ટીકર રણ વિસ્તારને તીડના આક્રમણથી બચાવવા આગોતરૂં આયોજન કરવા રજુઆત કરી હતી ત્યારે ફરી પુનઃ આજે ધારાસભ્યે લેખિત રજુઆતની સાથે સોશિયલ મિડિયામાં પત્ર વાયરલ કરતા જાણે ખેડૂતોને હૈયાધારણા મળી હોય તેમ હલકી પ્રસિધ્ધિથી ધારાસભ્યએ સંતુષ્ટ માની લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here