તિલકવાડાં નગરમાં પાણીની પાઇપલાઇનની સમસ્યા અંગે સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં ગામ માં પાણી ની સુવિધા છેલ્લા કેટલાક વર્ષો પહેલા બનવવામાં આવેલું ઓવર હેડ ટાકી માંથી પુરી પાડવામાં આવે છે હાલ આ પાણી ની લાઈન જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે માત્ર થિંગડા મારી ને પાણી લોકો સુધી પહોંચાડવામાં આવે છે જૂની લાઈન ના કારણે કેટલાક વિસ્તારો માં પાણી દૂષિત થઈ ને આવી રહ્યું છે તથા વાલ્વ માંથી પાણી લીકેજ થતા પ્રેસર પણ ખૂબ ઓછું મળે છે ગ્રામ પંચાયત દ્વારા આ પાણી ની પાઇપ લાઈન માટે તંત્ર ને અનેક વખત રજુઆત કરી છે પરંતુ જિલ્લા માં પાણી યોજના નું કામ કરતી એજન્સીઓ દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે આજ દિન સુધી પાણી ની પાઇપ લાઈન માટે કોઈ કામ કરવામાં આવ્યું નથી ગામ ના સરપંચ ને પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.
જેથી ગુરુવાર ના રોજ તિલકવાડાં ગામ ના સરપંચ અરુણભાઈ તડવી નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે રૂબરૂ પહોંચ્યા હતા જ્યાં નાયબ કલેકટર શ્રી ને લેખિત માં રજુઆત કરી તિલકવાડાં નગર માં પાણી ની સમસ્યા દૂર કરવા માટે રજુઆત કરવામાં આવી હતી નાયબ કલેકટર શ્રી દ્વારા તિલકવાડાં નગર માં પાણી ની સમસ્યા નો વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવી આશ્વાસન આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here