જેતપુર પાવી મામલતદારની કારમાં અચાનક આગ લાગી…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર સેવા સદન કચેરીમાં આજે બપોરે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મામલતદાર ની બોલેરોગાડીને આગ લાગી હતી કચેરીના તમામ કર્મચારીઓ તેમજ બહાર ના કામે અર્થે આવેલા લોકો બહાર નીકળી ગયા હતા કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરીમાં આવેલ ફાયર સેફટી ના સાધનો લઈને આ બોલેરો કાર ની અંદર કારમાં લાગેલી આગને ઓલવવામાં આવી હતી તેમજ પાણીનો પણ મારો કરવામાં આવ્યો હતો આગ કેમ લાગી તેવું કંઈ જાણવા મળ્યું નથી મામલતદાર આર આર ભાભોર તેઓ છોટાદેપુરમાં મામલતદાર ની ફરજ બજાવે છે અને તેઓ જેતપુર પાવી કચેરી ખાતે ઇન્ચાર્જ ફરજ બજાવે છે તેવું જાણવા મળ્યું છે ઉભેલી કારમાં આગ લાગતા કર્મચારીઓ દ્વારા આગને ઓલવવામાં આવી હતી કોઈ જાણહાની થઈ નથી તેવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here