હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-
આજ રોજ તા.૨૦/૦૫/૨૦૨૨ નારોજ બપોરે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા માત્ર ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર ઓફલાઈન ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો ઈન્ટીગ્રા એન્જીનીયરીંગ ઈન્ડીયા લી હાલોલ ખાતે યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય નોકરીદાતા (એકમો).તરીકે (૧) ઈન્ટીગ્રા એન્જીનીયરીંગ ઈન્ડીયા લી હાલોલ , (૨) શૈલી એન્જીનીયરીંગ.. હાલોલ , (૩) વિન્ડર રીન્યુઅલ એનર્જી હાલોલ , તેમજ (૪) આઈનોક્ષ ઈન્ડી પ્રા લી કાલોલ એમ કુલ ચાર નોકરીદાતા હાજર રહીને કુલ ૨૦ જેટલી ,કમ્પ્યુટર ઓપરેટર ,પેકજીંગ,હેલ્પર,લાઈન ઓપરેટર ,હાઉસ કિપીંગ,ગાર્ડનીંગ,માટે લાયકાત મુજબની ટેકનીકલ /નોન ટેકનીકલ જગ્યા માટે ભરતી પ્રક્રીયા હાથ ધરવામાં આવી. જેમાં ૨૫ દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો. ભરતી મેળામાં 12 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ છે પસદગી પામેલ ઉમેદવારોની નોકરીદાતા દ્વારા તેમના એકમમાં યોગ્ય લાયકાત મુજબ ક્ષમતા પ્રમાણે ની જગ્યા પર મેડીકલ અને ડોક્યુંમેન્ટ વેરીફીકેશન કરીને રોજગારીની તકો આપવામાં આવશે. .સદર ભરતી મેળામાં અનુબંધમ અને એન.સી.એસ.પોર્ટલ પર રોજગારીની તકો અંગે શ્રી એ.એલ.ચૌહાણ રોજગાર અધિકારીશ્રી અને કેરિયર કાઉન્સેલરશ્રી પ્રશાંત રાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આપવામાં આવ્યું. તમમ ઉમેદવારો માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા તેમજ ઈન્ટર્વ્યુની વ્યવસાથા ઈન્ટીગ્રા એન્જીનીયરીંગ ઈન્ડીયા લી હાલોલના એચ આર મેનેજર શ્રી ક્રુણાલ ભાલેરાવ ,અને શાહીદ મન્સુરી દ્વારા કરવામા આવ્યુ હતુ.