પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે બાકરોલ શાળાના દિનેશભાઇ પ્રજાપતિને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના કર્મયોગી શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિ ને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે તા-૧૯/૩/૨૦૨૩ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો.દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા શિક્ષણક્ષેત્રે ઈનોવેટિવ પેડાગોજી પ્રોજેક્ટ, રમકડાં મેળા,બાળમેળા,વિવિધ નવતર પ્રયોગો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન,કલા મહોત્સવ, સાહિત્ય ક્ષેત્રે તેમજ સંશોધન ક્ષેત્રે વિશેષ કામગીરી કરી તાલુકા,જિલ્લા અને રાજ્યકક્ષાએ બાકરોલ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.શાળા વિકાસ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવેલ છે.તેઓ દ્વારા શિક્ષણક્ષેત્રે અને સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન આપવા બદલ અચલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩ એનાયત કરવામાં આવેલ છે.બાકરોલ ગામના સરપંચ, એસએમસી સમિતિ,પંચમહાલ સભ્યો અને યુવાનો આ કાર્યક્રમ હાજર રહી સમાજમાં શિક્ષત્વની ગરિમાને એક આગવું સ્થાન આપ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here