જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે ગોધરા ખાતે નવીન આધાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે આજે ગોધરા ખાતે નવીન આધાર કાર્ડ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ઓફિસ કચેરી કમ્પાઉન્ડની પાસે, પાનમ યોજના ઓફિસની સામે ભારત સરકારના UIDAI અને સીએસસી ઈ-ગર્વનન્સ દ્વારા નવીન આધાર કેન્દ્રની શરૂઆત પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આધારકાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી માટે લોકોનો ઘસારો જોતા કોરોના કટોકટીને ધ્યાનમાં લઈને આ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આધાર કાર્ડ કામગીરી માટે UIDAI ની વેબસાઈટ ઉપર ઓનલાઈન એપોઇમેન્ટ લઈને કરવામાં આવશે અને તેમને આપેલ સમયમાં આધારકાર્ડને લગતી કામગીરી પૂર્ણ થઈ જશે. દિવ્યાંગ વ્યકિતઓને ઓનલાઈન એપોઈમેન્ટ વગર પણ પ્રાથમિકતા આપી આધાર કાર્ડ ની કામગીરી કરી આપવામાં આવશે. હાલ સોશિયલ ડિસ્ટનસિંગ સહિતની કોરોના સંક્રમણ સામેની તકેદારીઓના પાલન સાથે દૈનિક ૬૦ લોકોની આધાર કાર્ડ અંગેની કામગીરી શરું કરવામાં આવી છે. આ પ્રસંગે CSC SPVના જિલ્લા મેનેજરશ્રી વનરાજસિંહ ચાવડા, ધર્મેન્દ્ર બામણિયા અને નૈતિક પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here