છોટા ઉદેપુર જીલ્લાના જેતપુર પાવી ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા લીંબુ વહેંચવામાં આવ્યા..

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

મળતી માહિતી અનુસાર મુસ્લિમ સમાજ નો પવિત્ર માસ રમઝાન ચાલુ હોવાથી મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ઈબાદતોમા લાગ્યા રહે છે જેથી અલલાહ રાજી થાય. એવામા મુસ્લિમ સમાજ તથા દરેક સમાજ ના લોકો મા મોંઘવારી નો ભય જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજ ના પવિત્ર માસ રમઝાન મા મુસ્લિમ બિરાદરો આખો દિવસ ભુખ્યા રહી સાજે ઇફતારી કરે છે.એ સમય ખજુર તથા લીંબુ સરબત થી લોકો રોઝો છોડે છે. એવામા મોંઘવારી આસમાને પહોંચતા લિંબુ લગભગ 300/- કિલો હોવાથી મુસ્લિમ સમાજ ની ” મોહસીન એ આઝમ મિશન ” દ્વારા લગભગ 30 કિલો જેટલા લિંબુ રોઝદારોને વેહચવામા આવ્યા. જેમા મુસ્લિમ સમાજ ના યુવાનો એ ડોર ટુ ડોર લિંબુ વેહચી રોઝદારો થી દુઆ લિધિ હતી. વધુ માહિતી મળતા લોકો નુ માનવુ છે કે ગરીબ વર્ગ ના લોકો મોંધવારી થી ત્રાસી ગયા હોવાથી . સરકાર તાત્કાલિક પગલા લે એ અપેક્ષાઓ રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here