છોટાઉદેપુર : સ્વાગત કાર્યક્રમને વીસ વર્ષ પૂર્ણ થતા સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજય સરકારના મહત્વાકાંક્ષી સ્વાગત કાર્યક્રમને વીસ વર્ષ પૂર્ણ થતા રાજય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહ ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. સ્વાગત કાર્યક્રમને સુદ્રઢ કરવા માટે સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ તા. ૧૭/૦૪/૨૦૨૩ સુધીમાં ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. તા. ૧૭/૦૪/૨૦૨૩ અને તા. ૧૮/૦૪/૨૦૧૩ સુધી નવા નિમણુંક પામેલ મામલતદારોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય ખાતે તાલીમનું આયોજન કરવામાં આવશે. તા. ૧૯/૦૪/૨૦૨૩ અને તા. ૨૦/૦૪/૨૦૨૩ દરમિયાન નવા નિમણુંક પામેલા તાલુકા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય ખાતે તાલીમ આપવામાં આવશે. તા. ૨૪/૦૪/૨૦૨૩ થી તા. ૨૬/૦૪/૨૦૨૩ દરમિયાન તાલુકા સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા ૨૭/૦૪/૨૦૨૩ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને તા. ૨૭/૦૪/૨૦૨૩ના રોજ રાજય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા ઉજવવામાં આવનાર સ્વાગત સપ્તાહના આ સમયગાળા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કરી પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવે એવી અપીલ જિલ્લા કલેકટર સુશ્રી, સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here