છોટાઉદેપુર : સરકાર મગની ખરીદી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદશે…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ રૂ.૩.૭૫૫/-વિ છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા ગ્રામ્યકક્ષાએ VCE માટે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવેલ છે. જેનો રાજ્યના ખેડૂતભાઇઓને લાભ લેવા અનુરોધ છે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગ માટે ૩૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા.૧/૦૬/૨૦૨૩ ના રોજથી શરુ થયેલ છે. જેમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી. છોટાઉદેપુરની એક નોંધમાં જણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here