છોટાઉદેપુર રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી કોર્ષના સર્ટિફીકેટ પી ટી સી કોલેજના આચાર્ય શર્મીલાબેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યા

છોટાઉદેપુર, આરીફ પઠાણ (ઉચાપણ) :-

છોટાઉદેપુર માં આવેલ રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ના અને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને એ માટે કોમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ અનેબ્યુટીપાર્લર કૉસ ચલાવામાં આવેછે જેમાં કોમ્પ્યુટર ક્લાસ ભાગરૂપે 3મહિના અગાઉ ચાલુ કરવામાં આવીયોહતો જે પુર્ણ થતા આજરોજ રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે બાળાઓએ ફ્રી કોમ્પ્યુટર ક્લાસ ccc ના કોર્સ ભાગ લીધો હતો એ બાળઓને આજરોજ ccc ના સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા.
આ પ્રોગ્રામ ની અંદર આમંત્રિત મહેમાન તરીકે છોટાઉદેપુર પી.ટી.સી કોલેજના આચાર્ય શર્મિલાબેન એ પટેલ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર પીટીસી કોલેજના આચાર્ય શર્મીલાબેન ના વરદ હસ્તે બાળાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા સાથે સાથે રાહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ઈર્શાદ ભાઈ ખાલપા રાહ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી લીલાબેન રાઠવા અને રાહ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્કાન એસ ચિંતામણ પણ ઉપસ્થિત રહી સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. આ સર્ટીફીકેટ આધારે કોમ્પ્યુટર ના દરેક સેક્ટર ની અંદર બાળાઓ નોકરી મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here