છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિ.રૂ ૨૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જે અનુસંધાને ડી.કે. રાઠોડ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ અને આપ સાહેબ નાઓ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન હાજર હતા તે વખતે આપ સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે,એક ઇસમ છોટાઉદેપુર ટાઉનમાં આવેલ એસ .ટી.ડેપોની બહાર આવેલ દુકાન પાસે ઈંગ્લીશ દારૂ ભરીને ઉભેલ છે તેવી ચોકકસ બાતમી આધારે સ્ટાફના પોલીસ મણસો સાથે એસ.ટી ડેપોમા જઇ તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં બે થેલામાં કઈક વજનદાર વસ્તુ ભરેલ ઉભો હોય જે ઇસમ ઉપર શક જતા તેની પાસેના થેલામાં ખાત્રી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી જોતા બન્ને થેલામાં પ્લાસ્ટીકના છુટા કવાટરીયા ભરેલ હોય જે ગણી જોતા તેમા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી ડિસ્ટીલેટેડ બ્લેન્ડેડ એન્ડ બોટેલેડ બાય ગ્રેટ ગેલોન વેન્ચુર લી.મી. સેજવાયા ડિસ્ટ ધાર (એમ.પી.) માર્કાની ૧૮૦/-મી.લી. ના કવાટરીયા નંગ-૨૪૦ મળી આવેલ જે એક કવાટરીયાની કિ.રૂ.૧૧૦/- લેખે કુલ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
-:કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ:-
(૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી ૧૮૦-/મી.લી .ના કવાટરીયા નંગ-૨૪૦ કિ.રૂ.૨૬,૪૦૦/
-:પકડાયેલ ઈસમ :-
૧ (જુબલાભાઇ ફતુભાઇ તોમર ઉ.વ.૨૦ રહે.ફલીયામોહ પટેલ ફળીયા તા .કઠીવાડા જી.અલીરાજપુર) મધ્યપ્રદેશ(
-:પકડવાનો બાકી ઇસમ :-
(૨)સુનિલ ઉર્ફે ભલશ્યો કરશનભાઇ ચોંગડ રહે.મોરીયાગામ સુથારીયા ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર) એમ.પી )
-:સારી કામગીરી કરનાર :-
(૧) એ.સી.પરમાર પોલીસ ઈન્સપેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૨) અ.હે.કો અરવિંદસિંહ મકનસિંહ બ.નં ૧૧૪ (૩)અ.હે.કો પરથીદાન ઉમરદાન બ.નં ૧૦૧ (૪) અ.પો.કો ઉનડભાઈ રામભાઈ બ.નં ૧૬૦ (૫) આ.પો.કો રોહીતકુમાર માનસંગભાઈ બ.નં ૦૨૮૦.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here