વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન:આગમન થતા ગ્રામ્યજનોમાં અનેરો આનંદ આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા વનબંધુઓને મળી સહાય

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા વનબંધુઓને સ્થળ પર જ સરકારી યોજનાઓને લાભ મળે શુભ આશ્રયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન: આયોજન કરવામાં આવ્યું છે. હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કવાંટઅને જેતપુર પાવીમાં ભ્રમણ કરી રહી છે.
આધાર-પુરાવાના કારણે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો વંચિત રહી ગયેલા છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચે તેવા શુભ આશ્રય સાથે વિકસિત ભારત સંકલ્પ યોજના ગામડે ગામડે ભ્રમણ કરી રહી છે. કવાંટ તાલુકાના ખેરકા, માકણા અને જેતપુરપાવી તાલુકાના બોરકંડા, ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સરકારીવિવિઘ યોજના વાસ્મો, વિધવા સહાય, બાગાયત કાચા મંડપ સુધારેલ બિયારણ, કીશન સન્માન નિધી,આઇ ખેડુત પોર્ટલ, પ્રાકૃતિક ખેતી,વહાલી દિકરી,દિવ્યાંગ સહાય મિશન મંગલમ કેશ ક્રેડિટ, ગૃહ ઉદ્યોગ માટેલોન,પીએમજેવાય,ટી.બી,સીકલસેલ તેમજ વિવિધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં પોતાની ભાગીદારી અદા કરી શકે છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વનબંધુઓને ઘર આંગણે જ આધાર-પુરાવામા સુધારો કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામ્યજનોએ વિકસના કાર્યોની શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
(૧) જિલ્લા સદસ્યશ્રી સુરેશભાઇ આર રાઠવા
(૨) તાલુકા સદસ્યશ્રી હર્ષાબેન રાઠવા
(૩) સરપંચશ્રી વિનુભાઇ આર રાઠવા
રાઠવા ઉર્મિલાબેન રમેશભાઈ – ઉપપ્રમુખ તા.૫.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here