છોટાઉદેપુર નેશનલ હાઇવે 56 ફોર લેન બનાવાશે કેન્દ્રીય મંત્રી નીતિન ગઢ કરી ટ્વિટના માધ્યમથી જાહેરાત કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના જબુગામ થી ધામસિયા ગામ સુધી નેશનલ હાઇવે 56 પર ફોરલાઈન હાઈવે બનાવશે કેન્દ્ર સરકાર દ્વારા હાઇવે નું નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ભારત માલા પ્રોજેક્ટ હેઠળ દેશના સંખ્યાબંધ હાઇવે નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એમાં આદિવાસી જિલ્લા છોટાઉદેપુર ને પણ સમાવેશ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં હાલ એક માત્ર નેશનલ હાઈવે 56 છે અત્યારે હાઇવે ટુ લેનમાં છે જેને અપગ્રેટ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે તેની પ્રાથમિક કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આજે કેન્દ્ર પરિવહન મંત્રી નીતિન ગડકરી એ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી તેમને ટીવીટમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના હાલના નેશનલ હાઇવે 56 પર બોડેલી તાલુકાના જબુગામ થી નસવાડીના ધામસિયા ગામ સુધી 4 લેન કરવા માટે રૂપિયા 1188,48 કરોડ ની યોજના ના પેકેજને મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here