છોટાઉદેપુર નગર પાલિકા સંચાલિત મિલ્કતમાં પડેલો ભંગાર સામાન ગાયબ થતો હોય તેવી પ્રજામાં શંકાઓ..!!

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગરમાં પાલિકા સંચાલિત બે બગીચાઓ આવેલાં છે નગરની મધ્યમાં આવેલા આ બે બગીચાઓ માં બાળકોના રમતગમત અર્થે વિવિઘ સાધનો બેસાડવામાં આવ્યા હતા. જેમાં શાસ્ત્રી ગાર્ડન માં જીમ ના સાધનો પણ લગાડવા માં આવ્યાં હતાં જેમાંથી અમુક સાધનો ટુટી જતાં તથા બગડી જતાં કે જૂના કટાઈ ગયા હોય જેથી પાલિકા દ્વારા તેને કાઢીને અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પરતું આ ભંગાર થયેલાં સાધનો પૂરતા પ્રમાણમાં ના હોય અને રાતોરાત એક પછી એક ગાયબ થતાં હોય તેવી પ્રજામાં શંકાઓ સેવાઈ રહી છે.
પાલિકાનાં સાધનો સુરક્ષિત રાખવા અને નક્કામા સાધનોની વહેલીતકે હરાજી કરી નિકાલ કરવો જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે

ઉલ્લેખનિય છેકે છોટા ઉદેપુર શાસ્ત્રી ગાર્ડન માં સાંજના સમયે મોટી માત્રામાં નગરની પ્રજા વોકિંગ તેમજ હરવા ફરવા આવતી હોય છે અને બાળકો રમવા માટે આવતાં હોય છે તેઓની સુવિદ્યા માટે જીમ તથા રમતના સાધનો નગર પાલિકા દ્વારા લગાવવા માં આવ્યાં હતાં. જે જૂના થઈ જતાં ટુટી ગયાં હોય અને કોઈને વાગે તે માટે કાઢીને અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા પરતું હાલ માં જે સાધનો મૂકવામાં આવ્યા હતા તે પૂરતા પ્રમાણમાં હાજર જોવા મળતા નથી. સાંજના સમયે બગીચામાં ફરવા આવતી પ્રજા જણાવી રહી છે કે આ સાધનો ક્યાં ગયા? તેની તપાસ થવી જોઈએ. સાધનો ઓછા થઈ જવાથી પ્રજામાં શંકાએ સ્થાન લીધું છે. જ્યારે બગીચામાં ચાલતી સમારકામ ની કામગીરી માં પણ ઘણાં જૂના સાધનો રિપેર કરવામાં આવ્યા છે. જે રિપેર કરવામાં આવેલાં સાધનો નવાં બેસાડવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે. ઉલ્લેખનિય છેકે આવા જ ઘણાં સાધનો ભંગાર ના ગોડાઉન પર જોવા મળ્યાં હતાં.

છોટા ઉદેપુર નગર માં આવેલ બગીચાઓમાં રમત ગમત તેમજ જીમ ના સાધનો ખરાબ થઈ ગયાં છે જ્યારે ઘણાં ટુટી ગયાં છે. જે ઘણાં સમય થી તૂટેલા હોય જે બદલીને નવા નાખવામાં આવે તો પ્રજાને અને બાળકોને મજા પડી જાય. સરકાર પ્રજાના હિત અને મનોરંજન અર્થે આંધળો ખર્ચ કરે છે તેનાં ભાગ રૂપે છોટા ઉદેપુર નગર ના બગીચાઓ ને ધ્યાનમાં લઈ નવા મજબૂત સાધનો બેસાડવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here