છોટાઉદેપુર નગરમાં આરોગ્ય ધામમાં નશીલા પદાર્થની ખાલી બોટલો મળી આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર માં આવેલ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બહાર ના ભાગે ખુલ્લાંમાં માઉન્ટ 6000 બિયરના ખાલી ટીન જોવા મળ્યાં હતાં. સાથે કચરા ના ઢગલાં , અસહ્ય ગંદકી ના સામ્રાજ્ય વચ્ચે નશીલાં પદાર્થ ની ખાલી બોટલો કેમેરા માં કેદ થઈ છે. જેને જોતાં સ્પષ્ટ લાગે છે કે આ બોટલો નશીલાં પદાર્થ ની હોઈ શકે?. ગાંધી ના ગૂજરાત માં દારૂબંધી ના કડક અમલ ના નિયમ ના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. શું ? આરોગ્યના ધામ માં નશાનું સેવન કરવું જરૂરી છે??? શું દવાની સાથે દારુ પણ પીવો જરૂરી છે?? આ પ્રશ્નો અનેક તર્ક વિતર્કો પ્રજામાં ઉઠી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર નગર માં આવેલ જીલ્લા ની સૌથી મોટી જનરલ હૉસ્પિટલ જે જીલ્લા માં અતી આધુનિક સુવિધા ઓથી સજજ છે. અને હૉસ્પિટલ ના કેમ્પસ માં જિલ્લા ક્ષય કેન્દ્ર પણ આવેલું છે. જેની આસપાસ ભારે ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સદર જગ્યા ઉપર આજરોજ તા.૨૬-૭-૨૩ ના બપોરના ત્રણ કલાકે માઉન્ટ 6000 બિયર ના ખાલી ટીન તેમજ નશીલાં પદાર્થ ની શંકાસ્પદ ખાલી બોટલો જોવા મળી હતી ખુલ્લાં માં પડી રહેલ આ બોટલો જોતાં કોઇ ને પણ અચંભો થાય . ગત રોજ જનરલ હૉસ્પિટલ ના કમ્પાઉન્ડ માં મેડિકલ વેસ્ટ જાહેર માં પડેલો હોય જેનાં સમાચાર વર્તમાન પત્રો માં પ્રકાશિત થયાં હતાં. જેનાથી ભારે ખડભડાટ મચી ગયો હતો. સદર વાત તંત્ર ના ધ્યાને આવતાં તાબડતોડ સફાઇ હાથ ધરવામાં આવી હતી. અને દિવાળીમાં કચરો સાફ થાય તે રીતે મેડિકલ વેસ્ટ તથા કચરા ના ઢગલાં સાફ કરી દેવામાં આવ્યાં હતાં. પરતું જીલ્લા ક્ષય કેન્દ્ર ની આસપાસ ગંદકી સાફ કરવા નું ભૂલી ગયા હતા. અને ગંદકી ના ઢગલાં મા તથા ક્ષય કેન્દ્ર ની ઇમારત ને અડી ને બિયર ના ટીન તથા નશીલાં પદાર્થ ની બોટલો પડેલી જોવા મળી હતી જેને જોતાં વિદેશી દારૂની હોય તેમ જણાતું હતું. આ બોટલો ક્યાંથી આવી તે એક ચર્ચા નો વિષય બન્યો છે.

આરોગ્ય ના ધામ માં દારૂ ની બોટલો ક્યાંથી આવી ? શું દવા સાથે દારૂ પણ જરૂરી છે ? તેમ પ્રજા માં પ્રજામાં ચર્ચા ઉઠી છે. છોટા ઉદેપુર માં જ્યાં પ્રજાના સ્વાસ્થય ના ઈલાજ થતાં હોય તેવી જગ્યા ઓ પર નશીલાં પદાર્થો ની ખાલી બોટલો મળવી તે ભારે શરમજનક બાબત કહેવાય. વહિવટી તંત્ર એ સદર બાબતે ગંભીર નોંધ લેવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે. હૉસ્પિટલ માં દાખલ દર્દીઓ પણ રજૂઆત કરી રહ્યા છે. પરતું તંત્ર ની આંખો ઉઘડતી નથી.

છોટા ઉદેપુર જીલ્લા ની વડી કચેરી કમ્પાઉન્ડ ખાતે અગાઉ ઢગલાબંધ બિયર ના ખાલી ટીન મળી આવ્યાં હતાં. અને નશીલાં પદાર્થો ની ખાલી બોટલો પણ મળી આવી હતી. જે ક્યાંથી આવી હતી ? તે હજૂ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા તપાસ થઈ નથી. ગાંધી ના ગૂજરાત માં દારૂ બંધી હોય તેનુ સખ્ત પણે પાલન કરવા નું હોય પરંતું છોટા ઉદેપુર નગર માં દારૂબંધી ના લીરેલીરા ઉડતા હોય તેવું સ્પષ્ટપણે ઠેર ઠેર જગ્યા એ જોવા મળી રહ્યુ છે. અને સદર દ્રશ્ય જોતાં દારૂબંધી નો કોઇ નિયમ અમલ થતો નથી તેમ દેખાઈ રહ્યું છે.

છોટા ઉદેપુર નગર માં દારૂ વેચાવા ની ચર્ચા ધૂમ ચાલી રહી છે. પરતું અન્ય જાહેર જગ્યાઓ ઉપર દારૂ ની બોટલો મળી આવવી એતો સમજાય છે પરંતું આરોગ્ય ના ધામ માં તથા વડી કચેરી ઓમા બિયર તથા દારૂની ખાલી બોટલો મળવી એ શું યોગ્ય છે ખરું? સદર દારૂનો વેપલો કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે. અને દારૂ ની મહેફિલો માણતા શોખીનો દારૂ ની બોટલો ક્યાંથી લાવે છે ? તેવી અનેક ચર્ચાઓ નગરમાં પ્રવેગીત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here