છોટાઉદેપુર તાલુકાના વનાર ગામ ખાતે પથ્થરની ખાણમાં બ્લાસ્ટ થતા ચંદુવાંટ ગામના 16 વર્ષના કિશોરનું મોત તથા એકની હાલત ગંભીર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામની સીમમાં આવેલી ખાણ માં પથ્થર તોડવાની કામગીરી કરાવતા બેદરકારીના કારણે બ્લાસ્ટિંગ થતા ચંદુવાંટ ગામના 16 વર્ષના કિશોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોય મૃતક કિશોરના પિતાએ ત્રણ વ્યક્તિ સકીલભાઈ એસ મકરાણી, લાલસિંગભાઈ ભૂરાભાઈ રાઠવા, સોનિયાભાઈ રાઠવા વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તથા રોષ વ્યકત કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના વનાર ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતા ચંદુવાંટ 16 વર્ષના કિશોરને ગંભીર ઇજાઓ થઇ હતી. અને તેના બન્ને પગ છુટા પડી ગયા હતા. અને સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે સાથે ફુલસિંગભાઈ ભૂખનિયભાઈ રાઠવા રહેવાસી ખૂંદ્યાપીપલા ઉ વર્ષ આશરે 45 વર્ષ ને બંને હાથની આંગળીઓના ભાગે મોઢાના ભાગે તથા બન્ને પગના નળા ના ભાગે અને પંજાના ભાગે ઇજાઓ પોહચી હતી. અને અને સારવાર અર્થે લઈ જવાયા હતા. સમગ્ર ઘટના બનતા મૃતક કિશોરના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here