નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરને લાંચના મામલે અદાલતે સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ફરિયાદી ની રેતી ભરેલી ટ્રકો ઝડપી છોડવા માટે રૂ ૧.૫ લાખ લાંચ ની માંગણી કરાઇ હતી

રેતી ભરેલી ઍક ટ્રક છોડાવવા માટે રૂ ૫૦ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા – બે વચેટીયાઓ ને પણ અદાલતે સજા ફટકારી

નર્મદા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ ની કચેરી મા રોયલ્ટી ઇન્સ્પેકટર તરિકે ની ફરજ બજાવતા કર્મચારી સાગર પંડ્યા સહિત તેના દ્વારા રૂપિયા ની ઉઘરાણી કરતા અન્ય બે આરોપીઓ ને રાજપીપળા ની અદાલતે સજા ફટકારતાં સરકારી બાબુઓ માં ભારે ફફડાટ ફેલાયો છે.

બનાવ ની વાત કરીએ તો નર્મદા જીલ્લાના પ્રિન્સી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલેલ એ.સી.બી. કેસ નંબર-૨/૨૦૧૮ના કામના આરોપી નં.૧) સાગર જીતેન્દ્રભાઈ પડયા, રહે ૪-કામધેનું સોસાયટી, નિઝામપુરા, વડોદરા, મૂળવતન ગામ ઝરીયાણા તા. જી. ડુંગરપુરા રાજસ્થાન, આરોપી નં ૨ )પ્રિતમભાઇ નગીનભાઈ પરમાર રહે. રોહિતવાસ, હાઉસિંગ બોર્ડની પાછળ, રાજપીપળા આરોપી ૩) ચિરાગ લક્ષ્મણભાઈ વણકર રહે. રોહિતવાસ હાઉસિંગ બોર્ડની પાછળ રાજપીપળા નાઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૭ મુજબનાનો શીક્ષાપાત્ર ગુનો કર્યો હોય ને ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જે જે ગોહીલની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર પિન્સી સેસન્સ જજ એન.આર.જોષી ની અદાલતે આરોપી ને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૭ મુજબના ગુના સબબ કસુરવાર ઠેરવી આરોપી નં.૧ નાઓને ૧(એક) વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦/- દંડ. આરોપી નં ર નાઓને ર(બે) વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦ દંડ તથા આરોપી નં. ૩ નાઓને ૧(એક) વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦ દંડની સજાનો હુકમ કર્યો છે.

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી કિશોરભાઇ વલ્લભભાઇ વણપરીયાનાઓની બે ટ્રકો ઓરસંગ નદીમાંથી રેતી ભરી અને બોડેલી થી રાજપીપલા ઝઘડીયા થઇ અને સુરત ખાતે જતી આવતી હોય, તા.૨૫/૨/૨૦૧૪ ના રોજ ફરીયાદીની બંને ટ્રકો રેતી ભરી રાજપીપલાથી નિકળી હતી ત્યારે રાજપીપલા કાલાઘોડા પાસે ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડયા નાઓએ ઓવર લોડને કારણે રોકી અને ખાણ ખનીજ ખાતાની ઓફીસ બહાર પાર્ક કરાવેલી અને ફરીયાદીને ડ્રાઇવર મારફતે આ વાતની જાણ થતાં ફરીયાદી આવેલા અને રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડયાને મળી વાતચીત કરતાં તેઓએ ટ્રકનો દંડ ભર્યા વિના છોડાવવી હોય તો રૂ ૧.૫૦,૦૦૦/- આપવા પડશે, અને ફરીયાદીએ આરોપી સાથે નાણા ઓછા કરવા બાબતે રકઝક કરતાં પૈસા ઓછા કરેલા નહી જેથી ફરીયાદીની આ લાંચની રકમ રૂ. ૫૦,૦૦૦/- આરોપી સાગર પંડયાને આપવા માંગતા ન હોય પો.ઇન્સ. પી.એચ.ભેંસાણીયા નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપલા ના ઓની રૂબરૂ પોતાની ફરીયાદ હકીકત જાહેર કરી જે ફરીયાદ ના આધારે પો ઇન્સ. ભેંસાણીયા એ તા.૨૭/૨/૨૦૧૪ ના રોજ ફરીયાદીની ફરીયાદ લઇ તેજ દિવસે છટકાનુ આયોજન કરેલુ હતું અને લાંચ રૂશ્વત ના મામલે નર્મદા ખાણ ખનીજ ના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા સહિત અન્ય બે આરોપી ઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસ મા અદાલતે આરોપીઓ ને સજા ફટકારતા સરકારી બાબુઓ માં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here