છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી આગળ કવાંટ તરફ જતા રોડ પાસેથી કિ.રૂ.૭૫,૨૨૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસને ઝડપી પાડતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી – સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે – છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે -જિલ્લા પંચાયત કચેરી આગળ રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭૫,૨૨૫/- નો મુદ્દામાલ તથા વિદેશી દારૂ ના હેરાફેરી કરવા લિધેલ મારૂતી કંપનીની ઇક્કો ફોર વ્હિલર ગાડી જેનો રજી નં.GJ-07-DE-3198 સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

– કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૫૯ (ર) મારૂતી કંપનીની ઇક્કો ફોર વ્હિલર ગાડિ
(૨) મોબાઇલ નંગ-૦૨
(૩) રોકડા રૂપીયા
કિં.રૂ.૭૫,૨૨૫-
કિ.રૂ.૩,૫૦,૦૦૦/-
કી. રૂ.૭૫,૦૦૦/-
કિ.રૂ .૪૯,૪૦૦-
કુ. કી. રૂ. ૫,૪૯,૬૨૫-
– પકડાયેલ ઇસમ:-
(૧) પ્રશાંતભાઇ ઉર્ફે પિંકુભાઇ અશોકભાઇ ચંદવાણી રહે. નડીયાદ ડી.૧૨ લક્ષ્મી કોલોની ચાંદની ચોક નજીક રેલ્વે ક્રોસીંગ તા.નડિયાદ જી. ખેડા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here