નર્મદા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ-૧૨ (HSC)ના ભૂગોળ વિષયની પરીક્ષામાં ૪૧૪૮ વિદ્યાર્થીઓ હાજર : ૯૧ ની ગેરહાજરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનના વિષયમાં ૯૦૭ વિધાર્થીઓ હાજર અને ૧૫ વિદ્યાર્થીઓ ગેરહાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહી છે. જિલ્‍લા શિક્ષણાધિકારી ની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્‍ત થયેલા અહેવાલ મુજબ આજે શનિવારે સવારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયમાં નોંધાયેલા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના મળીને કુલ- ૪૨૩૯ વિદ્યાર્થીઓ પૈકી ૪૧૪૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૯૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેવી જ રીતે બપોરે ધોરણ-૧૨ના સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહારના વિષયની પરીક્ષામાં નોંધાયેલા ૮૧૪ પૈકી ૧૩ વિદ્યાર્થી ગેરહાજર રહેતા ૮૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહના જીવવિજ્ઞાન વિષયમાં નોંધાયેલા કુલ ૯૨૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૯૦૭ વિદ્યાર્થીઓએપરીક્ષા આપી હતી.

જિલ્લાu શિક્ષણાધિકારી ની કચેરીના પરીક્ષા કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here