છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને “ક્ષય અંગેની કામગીરી”ની ચર્ચા કરવા મિટીંગ યોજાઇ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા કક્ષાએ આજરોજ કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને “ક્ષય અંગેની કામગીરી”ની ચર્ચા કરવા મિટીંગ યોજાઇ હતી, જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સભ્યો જોડાયા હતા. આ સભ્યો દ્વારા તેમના અંતર્ગત થયેલ કામગીરીની ચર્ચા કરાઈ તેમજ તેમના દ્વારા ક્ષય રોગને લગતા છોટાઉદેપુર જિલ્લાનાં ગયા વર્ષના આકડા પર ચર્ચા કરાઈ. આ ઉઅપરાંત ક્ષય રોગનો દર્દીઓના મૃત્યુ આંક ઓછો કરવા મિટીંગમાં ભાર આપવામાં આવ્યું.
આ ઉપરાંત સરકાર તરફથી ચાલતી નિશ્ચય પોષણ યોજના અંતર્ગત ક્ષય રોગના દર્દીઓએ મેળવેલ સહાયના આકડા પર ચર્ચા કરાઈ હતી તથા સરકાર તરફથી મળતી ગ્રાટ વિશે પણ ચર્ચા કરાઈ. આ ઉપરાંત ડૉ, હાર્દિક નક્શીવાલા તરફથી આ મિટીંગમાં યોગ્ય રીતે તેમની ટીમ દ્વારા થતી કામગીરીની વિગતો અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here