કાલોલ તાલુકાના અડાદરા ગામે નજીવી બાબતે મારામારીનો બનાવ:પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના અડાદરા ગેરેજ ચલાવતા જીતેન્દ્રસિંહ સોમસિંહ જાદવએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રમેશભાઈ છત્રસિંહ ચૌહાણ ના અડાદરા ગલ્લા ઉપર બીડી માચીસ લેવા માટે ગયેલ તે દરમિયાન ફરિયાદીને કહેલું કે તમે ગ્રામપંચાયતના સભ્ય છો તમે કોઈ કામ કરતા નથી અને પંચાયતની ગ્રાન્ટ આવે તો ભ્રષ્ટાચાર થાય છે તેવી રજૂઆત કરતા કરતા આરોપી (૧) રમેશભાઈ છત્રસિંહ ચૌહાણ ઉશ્કેરાઇ જઇ ફરિયાદ જીતેન્દ્રસિંહ સોમસિંહ જાદવ ને મા બહેન સમાણી ગાળો બોલી તથા આરોપી (૨) જીગ્નેશભાઇ કિરીટભાઇ સોની ફરીયાદને કહેલ કે હમારી બીજી વાત ચાલે છે તુ ભ્રષ્ટાચાર ની વાત કેમ કરે છે તેમ કરી ફરિયાદીને પકડી પાડી શરીરે ગડદાપાટુનો માર મારતા ફરિયાદી એ બૂમો પાડતા આરોપી (૩) કાળુભાઇ છત્રસિંહ ચૌહાણ અને આરોપી (૪) મિતેશભાઇ રમેશભાઈ ચૌહાણ દોડી આવી ફરિયાદીને ગાળો બોલી હાથો અને પગો વડે માર મારી શરીરે ઇજાઓ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા વેજલપુર પોલીસે ચાર ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here