અરવલ્લી સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ બંધ નહીં થાય તો સોશિયલ મીડિયામાં લાઈવ કરવા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું

સાઠંબા, (અરવલ્લી) જવાનસિંહ ઠાકોર :-

અરવલ્લી જીલ્લામા દેશી અને વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ વધી રહ્યો છે ત્યારે યુવાનો દારૂના નશામાં પાયમાલ થવા પામ્યા છે અને મહિલાઓ વિધવા થઈ રહી છે સાઠંબા પોલીસ સ્ટેશન મથકની હદમાં દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે આ દેશી વિદેશી દારૂનો અડ્ડાઓ આખા જિલ્લાના ગામડાઓમાં હપ્તા ખોરીના દુષણે ધમધમી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ દ્વારા દારૂનું વેચાણ બંધ નહીં કરાવવામાં આવે તો સર્વ સમાજના અરવલ્લીના હોદ્દેદારો જિલ્લા પ્રમુખ કિસ્મતસિંહ ઝાલા ,ગાબટ બાયડ તાલુકા પ્રમુખ જીગરસિંહ ,સંગઠન મંત્રી રાકેશસિંહ ઝાલા, મહામંત્રી દિલીપસિંહ, મહેશસિંહ સોલંકીએ હાજર રહી આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાંચ દિવસમાં પોલીસ દ્વારા દારૂ ના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો સર્વ સમાજ સેના અરવલ્લી ટીમ દ્વારા facebook લાઈવ કરીને જનતા રેડ કરી જિલ્લા પોલીસ વડાને લાઇવ બતાવવામાં આવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here