છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ડોન બોસ્કો ચોકડી નજીક તવેરા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે રૂ. 3,06,292 નો મુદ્દામાલ પકડી પડતી છોટાઉદેપુર એલ.સી.બી

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

આજરોજ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કવાંટ ગામની ડોન બોસ્કો ચોકડી નજીક નાં ત્રણ રસ્તા પરથી કિશનભાઇ દશરીયાભાઈ રાઠવા ઉ. વ 21 રહે.. અંબા, સીંધી ફળિયા, તા. સોઢવા જી. અલીરાજપુર ( એમ.પી) નાઓને પોતાની સેવરોલેટ કંપની ની સફેદ કલર ની ગાડી GJ 10 AC 6848 મા વગર પાસ પરમીટ ની ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જઇ રહ્યો છે. બાતમી મુજબ ની સફેદ કલર ની ટવેરા ગાડી આવતા તેની નાકબંધી કરી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટ નાં વિદેશી દારૂ ની બોટલો નંગ 144 જેની કુલ કિંમત 50,502 તથા અંગ ઝડતી માં રોકડા રૂ. 790 તથા મોબાઇલ ફોન 1 કિ.રૂ 5000 તથા દારૂ ની હેરાફેરી માં ઉપયોગ માં લીધેલ ટવેરા ફોર વ્હીલર ની કિંમત રૂ. 2,50,000 મળી કુલ રૂ.3,06292 નો મુદ્દામાલ આરોપી સાથે પકડી પાડયો હતો અને વધુ તપાસ અર્થે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here