છોટાઉદેપુરના પૌરાણીક શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે ઓરસંગ નદી કિનારે બે મહીના પૂર્વે બનાવવાંમાં આવેલો ઘાટ તુટી ગયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

લો… બોલો હવે તો ધાર્મિક સ્થળને પણ ભ્રષ્ટાચારીઓએ બાકી નથી રાખ્યો…

છોટા ઉદેપુર નગર ની ઓરસંગ નદીના સામા કિનારે અતિ પૌરાણીક પ્રાચીન શ્રી જાગનાથ મહાદેવ મંદિર આવેલું છે. જે પંથકની લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને શ્રદ્ધા નુ કેન્દ્ર છે. જીલ્લા તથા આસપાસના રાજ્ય ની પ્રજા આ ચમત્કારી શિવાલય પર માથું ટેકવે છે. જે જગ્યા પર ઓરસંગ નદીના કિનારે તાજેતર માં બે મહીના પહેલા નદીમાં સ્નાન કરવા ઘાટ બનાવવામાં આવ્યો હતો. જે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતાં તથા ઉપરાઉપરી પાણી આવતાં તાજેતર માં બનાવેલો ઘાટ સળીયા સમેત તુટી ગયો હતો. જે કામગીરી કેવી થઈ હશે. જે વિચારવા જેવી બાબત છે. આરસીસી નું કામ હોય અને પહેલાં જ પાણીમાં લોખંડ ના સળીયા સાથે ઘાટ કડડ ભૂસ થઈ જાય જેની કામગીરી ભારે શંકાસ્પદ કહેવાય તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે. સદર બાબતે ભક્તો માં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જાગનાથ મહાદેવ મંદિર ખાતે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારત ભર માં હિંદુ ધર્મના આસ્થા કેન્દ્રો ને કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે છોટા ઉદેપુર નગર ખાતે પ્રજાજનો ની આસ્થા નું કેંદ્ર એવાં પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિર ખાતે ઓરસંગ નદીના કિનારે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ઘાટ બનાવવા માં આવ્યો હતો. હજૂ તો આ ઘાટ નું ઘણું કામ બાકી હતું. તેવામાં જ હલકી ગુણવત્તાની કામગીરી ના કારણે માત્ર બે મહિના માં જ આ ઘાટ તુટી ગયો છે. હજૂ તો તેનુ લોકાર્પણ પણ થયુ નહતું , લોકાર્પણ પહેલાં જ ઘાટ નો ભાગ તુટી ગયો છે. અને આખા ઘાટ વચ્ચે મોટી તિરાડ પડી ગઈ છે અને સળિયા સાથે ઘાટ ના બે ભાગ થઈ ગયા હોય તેમ તસવીર માં જણાઇ રહ્યું છે. કરોડો ના ખર્ચે બની રહેલો ઘાટ પોતાની હલકી ગુણવત્તા ના ભાર થી નમી પડ્યો છે. શું જીલ્લા ના ઉચ્ચ અધિકારીઓ સદર ઘાટ ની ગુણવત્તા બાબતે માત્ર બેફિક્ર બની પ્રજા ની આસ્થા સાથે મજાક તો નથી કરી રહયા ને ? રાજ્યના ટોચ ના નેતાઓ આવવાના હોય ત્યારે કશુ જોયા વગર દોડાદોડી કરતાં અઘિકારીઓ ધાર્મિક સ્થળો માટે પણ કાળજી લે તેમ પ્રજા ઈચ્છી રહી છે. તંત્ર દ્વારા થતી બાંધકામ ની કામગીરી માં ઘણી બઘી પોલ બહાર આવે છે. પરતું હવે ધાર્મિક સ્થળોને પણ છોડતા નથી. જે અંગે ભારે રોષ વર્તાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here