ઘોઘંબા તાલુકામાં નળ થી જળ યોજનામાં રામાયણ

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આદિવાસી ઘોઘંબા તાલુકામાં બે ધારાસભ્યો મળ્યા છે.તે ઘોઘંબા તાલુકાની સૌભાગ્ય છે .અને જેના કારણે ઘોઘંબા તાલુકા ની જનતાને સારા એવા વિકાસના કાર્યો માટે કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે .પ્લસ ટ્રાઇબલ તાલુકો હોવા થી પણ ઘણો બધા વિકાસની યોજનાનું સરકાર દ્વારા લાણીઓ  થતી હોય છે. એવામાં વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થતા હોય છે .અને આ કામોમાં અમુક અંશે કટકી બાજો આવા કામોમાં બાજ નજર રાખીને વિકાસના કામોમાં નબળી કામગીરીને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. જેમાંનું એક ઉત્તમ ઉદાહરણ ઘોઘંબા તાલુકામાં થયેલી *નળ થી જળ યોજના* વિશે આપ સર્વે સાંભળ્યું અને જોયું પણ હશે. તાલુકા ના ગામોમાં સોભાનાગાઠીયા સામાન નળ મૂકવામાં આવ્યા છે.પંરતુ તેનું કનેક્શન મુખ્ય પાઇપલાઇન સાથે જ ન હોય તો ક્યાંક ન પાણીના ટાંકીઓમાં મુખ્ય રસ્તા ઉપર બનાવેલી હોય છે. તો આપ પણ નિહાળી શકો છો કે  જે ટાંકા માથી પાણી ચારે બાજુ થી લીક થતુ હોય છે.
આ અનગઢ કામગીરી સામે તા15.5.2023.ના આજ રોજ  પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો માં સંગઠન મંત્રી સંજય સોલંકી.આપ પંચમહાલ જિલ્લાના ઉપર પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા. ઘોઘંબા તાલુકા આપ ના યુવા પ્રમુખ ગુલાબ રાઠવા. ઘોઘંબા તાલુકા આપ સંમતિ ના ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર તથા મુઝફર અલી મકરાણી. ઘોઘંબા સહ સંગઠન મંત્રી પ્રવીણ બારીયા. રૂમાલભાઈ રાઠવા. પિંકલ ભાઈ રાઠવા. દલસિહ બારીયા.ભાવેશ ચૌહાણ .અજીતભાઈ પરમાર .સોશિયલ ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ રાઠવા.ઘોઘંબા આપ લઘુમતી નેતા આરીફ ભાઈ મકરાણી. બળવંતભાઈ બારીયા સહિતના કાર્યકરો દ્વારા ઘોઘંબા તાલુકાના મામલતદાર સાહેબશ્રી મારફતે કલેકટર સાહેબશ્રી ને રજુઆત કરવામાં આવી છે કે ઘોઘંબા તાલુકામાં નળ થી જળ યોજના છે .તે જે પણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.તે વિભાગ ના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ ની અમારા ઘોઘંબા તાલુકાના વિસ્તારોમાં તપાસ કરવા આવે તેવી વિનંતી કરતું આવેદનપત્ર ઘોઘંબા તાલુકાના મામલતદાર સાહેબે આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here