ગોધરા : GTPL કર્મી આમીર શેખના હત્યારાને ગોધરા પોલીસે ગણતરીના કલાકોમાં જેલભેગો કરતા… પીડિત પરિવાર સહિત સભ્ય સમાજમાં ન્યાયની આશાઓ જીવંત…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

પોલીસે ગત તા-26/05/23 ના રોજે ફરિયાદ દાખલ કરી આઇપીસીની કલમ 323, 324, 504 અને 506(2) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો ત્યારબાદ આમીરની હાલત ગંભીર થતા કલમ 307 નો ઉમેરો કર્યો હતો અને ગતરોજ આમીરનું મૃત્યુ થતા કલમ 302 ની કાર્યવાહી હાથ ધરી અમાનુષી હત્યારાને કાયદાનો ભાન કરાવ્યો…

આમીરની અંતિમ યાત્રામાં અસંખ્ય હિન્દૂ મુસ્લિમ સભ્ય નાગરિકો જોડાયા… ગોધરા પોલીસે નિર્ણાયક પગલાં ભરી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો…

સુવિધા નગર ખાતે GTPL બ્રોડબેન્ડમાં ગેતલ પટેલ નામની આઈ ડી ધરાવતા વ્યક્તિની ઓફિસે હત્યાના બનાવની સત્ય હકીકત બાદ સંવેદનશીલતાને ધ્યાને રાખી ગતરોજ પોલીસે હત્યારાનું નામ અદ્વૈત સતનામી (પટેલ) હોવાનું જાહેર કર્યું…

પ્રાપ્ત વિગતો મુજબ GTPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ રિન્યુઅલ તરીકે કામ કરતો આશાસ્પદ નવયુવાન અમીર શેખ ગત તા-25/05/23 ના રોજ પોત્તાની ફરઝ મુજબના કામ અર્થે યોગેશ્વર રોડ, સુવિધા નગર ખાતે GTPL ઈન્ટરનેટ કનેશનમાં ગેતલ પટેલ નામની આઈડી ધરાવતા ઇસમની ઓફિસે વાઇફાઈનું રાઉટર પરત લેવા ગયેલ હતો, તે સમયે ઓફીસ ઉપર હાજર ઇસમ સાથે રાઉટર પરત લેવાની બાબતે સામાન્ય તકરાર થતા હાજર ઇસમ અદ્વૈત સતનામી (પટેલ) એ લાકડાના ફટકા વડે આમીર શેખને માર મારવાનું શરૂ કર્યું હતું.. અને અદ્વૈત સતનામી (પટેલ)ની હાથ, પગ તેમજ માથાના ભાગે મારેલ વિકૃત અને અમાનુષી મારથી આમીર શેખ ત્યાં જ ઢળી પડ્યો હતો…

ત્યારબાદ આમીરનો સહકર્મી આમીરને અધમરી હાલતમાં ગોધરાના ફખરી હિસ્પિટલ ખાતે લઈ ગયો અને ત્યારબાદ આમીરની હાલત વધુ ગંભીર જણાતા એને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, બીજા દિવસે જ્યારે આમીર ભાનમાં આવ્યો ત્યારે એણે પોલીસ સમક્ષ સમગ્ર બનાવની સત્ય હકીકત જણાવી હતી જેને ધ્યાને લઇ ગોધરા એ ડિવિઝન પોલીસ દ્વારા આઇપીસીની કલમ 323, 324, 504 અને 506(2) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી…

અહીં અમારા ગત સમાચારના સુધારા સાથે એક વાતનો ખુલાસો કરવો જરૂરી છે..
વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે જ્યારે આમીર ભાનમાં આવ્યો ત્યારે આમીરને માર મારનાર વ્યક્તિની ઓળખ નહતી જેથી આમીરે પોતાની સમસ્ત પોલીસ ફરિયાદમાં ગેતલભાઇ પટેલની ઓફીસ અને ગેતલભાઈ પટેલ ના સાહેબનો ઉલ્લેખ કર્યો હતો, કારણ કે આમીર જે બ્રોડબેન્ડ ગ્રાહક પાસે ગયો હતો એનો ગ્રાહક આઈડી ગેતલ પટેલ નામની હશે, જેથી આમીરની વાત મુજબ અમોએ પણ ગેતલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ગતરોજ આમીરના મૃત્યુ પછી પોલીસે અમીરનો હત્યારો અદ્વૈત સતનામી (પટેલ) હોવાની જાહેરાત કરી હતી..

એસ.એસ.જી હોસ્પિટલ ખાતે જ્યારે અમીર ભાનમાં આવ્યો ત્યારે એની તબિયતમાં થોડો સુધાર આવ્યો હતો, પરંતુ અદ્વૈત સતનામી (પટેલ)ના અમાનુષી મારથી આમીરના માથાના અંદરના ભાગે માર વાગ્યો હતો જેથી આમીરના માથાના ભાગની સર્જરી કરવાનો વારો આવ્યો હતો, પરંતુ બદનશીબે આમીરને સર્જરી પછી પણ બે દિવસ વેન્ટિલેટર પર વિતાવવા પડ્યા હતા અને ગતરોજ આમીરનું મોત થતા એની અર્ધાંગનીના ગર્ભમાં રહેલું બાળક દુનિયામાં આવતા પહેલાજ અનાથ બની ગયું હતું…

ગોધરા એ ડિવિઝન પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત તા-26/05/23 ના રોજે આઇપીસીની કલમ 323, 324, 504 અને 506(2) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને જ્યારે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે આમીરની તબિયત વધુ લથડી હતી ત્યારે આરોપી અદ્વૈત સતનામી (પટેલ) વિરુદ્ધની ફરિયાદમાં કલમ 307 નો ઉમેરો કર્યો હતો તેમજ ગતરોજ આમીરે જ્યારે અંતિમ શ્વાસ છોડ્યા ત્યારે કલમ 302 મુજબનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હતી…

જ્યારે આમીરનું મરણ થયેલ હોવાની વાત ગોધરા નગરમાં પ્રસરાઈ હતી ત્યારે DYSP પરાક્રમસિંહ રાઠોડ સાહેબે રેન્જ આઈજી સાહેબશ્રી તેમજ ડીએસપી સાહેબશ્રીની સુચના મુજબ નગરના લગભગ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર જલાલુદ્દીન સૈયદને સાથે રાખી રાઠીડ સાહેબે પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લઈ મૃતકના વાલીજનોને આશ્વાસન આપ્યું હતું.. તદઉપરાંત જ્યારે આમીરની મૈયત આખરી મુકામે એટલે કે કબ્રસ્તાન દફનવિધિ માટે લઈ જવાનું હતું ત્યારે કોઈ અનઈચ્છનિય બનાવ ના બને એ બાબતને ધ્યાને રાખી મૃતક આમીરના ઘરથી લઈ કબ્રસ્તાન સુધી તેમજ દરેક રોડ રસ્તા પર ગઠવેલ પોલીસ સ્ટાફે ખડે પગે ફરજ બજાવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here