ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એલ.એલ.બી.મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેમીનારનું કરાયું આયોજન
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી લો કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ન્યાય દિન નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરાની કચેરી દ્વારા લો કોલેજ ગોધરાના એલ.એલ.બી. વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. DLSA ગોધરાના કાર્યાલયે લો કોલેજની ફેકલ્ટીઓ અને રાષ્ટ્રીય સેવા યોજના, ગોધરાના સ્વયંસેવકો સાથે સંકલન કરીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં કાયદાના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી દ્વારા કાયદાઓને લગતી સમજણ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.