ગોધરા નગરના સૌથી નાના કોરોના યોદ્ધા એવા કિહાનખાન પઠાણનો વિશ્વ રેકોર્ડ…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

ગુજરાતના ગોધરા નગરના આઠ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ વિશ્વ ફલકમા નામ રોશન કરી વિશ્વ વિક્રમ નોંધાવેલ છે

કોવિડ19 અને લોક ડાઉનના સમય દરમિયાન આઠ રાઉંડમાં વિડિયો, પોસ્ટર, ચિત્ર, અભિનય અને વોઇસ સંદેશ દ્વારા જાગૃતિ સંદેશ પોતાના કલા દ્વારા આપેલ છે. જેનાં ભાગરૂપે વિદેશ અને ભારત દેશની 107 સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે. આ સંદર્ભે આજ દિન સુધી સૌથી નાની વયના કોરોના વોરિયર તરીકે સૌથી વધુ પ્રમાણપત્ર દ્વારા સન્માન મળતા હોપ ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે.

ગોધરાના સાહિત્યકાર, આચાર્ય અને માર્ગદર્શક ફિરોઝખાન પઠાણના પુત્ર કિહાનખાનને શ્રેષ્ઠ સંદેશવાહક તરીકે વેસ્ટ આફ્રીકા, ફિલીપિંસ, કેનેડા, ભારતના ગુજરાત, ઉત્તર પ્રદેશ, પોન્ડીચેરી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ, રાજસ્થાન, ઓડિશા, છતીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, કર્ણાટક અને પંજાબ રાજ્યના એનજીઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

કલરવ અંગ્રેજી પ્રાથમિક શાળા ગોધરામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા કિહાનખાનને 107 સંસ્થાઓ દ્વારા માનવ સેવા સમ્માન, ચિલ્ડ્રન વોરિઅર, કોરોના કર્મવીર, ચાઈલ્ડ સોશિયલ વર્કર, સેવા યોદ્ધા, રાહત કે સીપાહી, શક્તિ યોદ્ધા સન્માન, કર્મ યોદ્ધા સમ્માન, બાલ સામાજિક કાર્યકર, પ્રિમયમ એવોર્ડ, રાષ્ટ્રીય સુરક્ષા બલ સન્માન, એચ. એફ. એફ. હીરો અને કોરોના ફાઈટર શિર્ષક સાથે પોતાની વેબસાઈટ અને ટ્રસ્ટ હાઈલાઈટસમાં રજૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ગોધરા, પંચમહાલ અને ગુજરાતનું નામ રોશન કરનાર કિહાનખાન ફિરોઝખાન પઠાણ બીજા વર્લ્ડ રેકોર્ડની રેસમાં પણ હાલ નામાંકિત થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here