ગોધરા તાલુકાના હરકુંડી ગામના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકું ઘર મળતા સરકારશ્રીનો માન્યો આભાર

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામે ગામ ફરતા લોકો હર્ષભેર આવકાર આપીને યોજનાકીય લાભ મેળવી રહ્યા છે.

વિકસિત ભારત યાત્રા અંતર્ગત ગોધરા તાલુકાના હરકુંડી ગામે રથ પહોંચતા ગ્રામ લોકો દ્વારા રથને તિલક કરીને સ્વાગત કર્યું હતું.આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિવિધ યોજનાઓ અંગે માહિતી અને લાભ મેળવ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હરકુંડી ગામના લાભાર્થી મહેશભાઈ અને ગોપાલભાઈ વસાવા પોતાના પ્રતિભાવ આપતા જણાવે છે કે,તેઓ પહેલા કાચા મકાનમાં રહેતા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમને ૧ લાખ ૨૦ હજાર રૂપિયાની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું ઘર બનાવ્યું છે. તેઓ સરકારશ્રી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here