એક અકેલા સબ પે ભારી.. મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢમા ભાજપનો ભવ્ય વિજય

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન મોદી ની આગેવાની માં દેશના ચાર રાજ્યો માથી ત્રણ મા ભવ્ય વિજય- મોદી નો દબદબો બરકરાર

બ્રાન્ડ મોદી સામે કોંગ્રેસ સહિત દેશના તમામ રાજકીય પક્ષો ના નેતાઓ વામણા સાબિત થયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કારમી હાર ભાજપા નો કલ્પનીય રીતે 150 થી પણ વધુ બેઠકો ઉપર વિજય

કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢ માં પણ કોંગ્રેસનો કારનો પરાજય ભાજપા નો ભવ્ય વિજય

દેશના પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભાની ચૂંટણીઓ પૈકી આજરોજ ચાર રાજ્યોની મતગણના હાથ ધરાતા ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ના ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરતા દેશમાં 2024 ની લોકસભાની યોજાનાર ચૂંટણીઓ માટે દેશના મતદારોનો મિજાજ અને આવનારા દિવસોનો પરચો કરાવ્યો છે. એકમાત્ર તેલંગાનામાં કોંગ્રેસ પાર્ટી એ કે. સી.આર.ની પાર્ટીને પરાજિત કરી વિજય મેળવ્યો છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ રાજ્યોમાં મુખ્યમંત્રીઓના ચહેરાઓને મતદારો સમક્ષ ન લાવી એક માત્ર પોતાના નામ ઉપર જ અને પોતાના કામ ઉપર જ મતદારોની પાસે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાની હાકલ કરી હતી અને તેમની આ હાકલને દેશના ત્રણ રાજ્યોના મતદારોએ હકારાત્મક રીતે લેતા ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે. સ્થાનિક નેતાઓની બાદબાકી કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યૂહ રચના કામયાબ નિવડતા ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સત્તાની ધુરા એ પહોંચી છે. સ્થાનિક નેતાઓની બાદબાકી કરી પ્રચારની તેમજ મતદારોને જે કાંઈ વાયદાઓ અને વચનો આપવાના હોય તેની ડાયરેક્ટ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તેઓની જાહેર સભાઓમાં કરી હતી 2024 માં યોજાનાર લોકસભાની ચૂંટણીઓ પહેલા દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલ આ ચૂંટણીઓના પરિણામો સેમિફાઇનલ સમાન ગણાતા હતા, આ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપે મધ્યપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વિજયારાજે સિંધિયા તેમજ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ સહિત કોઈ પણ ઉમેદવારોના નામો રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેર જ કર્યા નહોતા. માત્રને માત્ર વડાપ્રધાન મોદીએ પોતાના નામ અને પોતાના કામ ઉપર જ મતદારો પાસે જવાનું મન બનાવી લીધું હતું અને તેમની આ વ્યૂહ રચના આજરોજ આવેલા પરિણામોમાં હકારાત્મક તા દર્શાવતી જોવા મળી રહી છે. જેથી એક અકેલા જ સબપે ભારી જોવા મળ્યો હતો, અને ભાજપા ની તરફેણ માં આવેલ ચાર રાજ્યોના પરિણામો ઉપરથી એ સાબિત પણ થઈ રહ્યુ છે.

ભારતીય જનતા પાર્ટી એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમતી પ્રાપ્ત કરી છે અને વિજય પતાકા લહેરાવી છે . કોંગ્રેસ પાર્ટી ને રાજસ્થાન અને છત્તીસગઢ માંથી પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે રાજસ્થાનમાં જાદુગર ગણાતા મુખ્યમંત્ત્રી અશોક ગેહલોટ ના મંત્રીમંડળના 25 માંથી 17 મંત્રીઓની કારની હાર થતાં કોંગ્રેસ માટે આ મંત્રીઓ એ કરેલી કામગીરી સામે ચિંતા અને મંથન કરવાના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ટિકિટોની વહેંચણી થઈ ત્યારે જ અશોક ગેહલોટ ના પ્રધાનમંડળમાંથી કેટલાક મંત્રીઓને પડતા મુકાઈ ની ચર્ચાઓ થતી હતી, પરંતુ એ સમયે અશોક ગેહલોટે મોવડીમંડળ સામે જરાય નમતું જોખ્યું નહોતું, અને પોતાના મંત્રી મંડળ ના ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેઓનો કારમો પરાજય થયો હતો, આ સહિત સચિન પાયલોટ સાથે અશોક ગેહલોટ નું ઘર્ષણ પણ રાજસ્થાનમાં એક ચર્ચાસ્પદ મુદ્દો રહેતા પાર્ટીની અંદર અંદરની ખેંચ તાણ પણ મતદારોનો વિશ્વાસ ગુમાવવાનો ઍક પરિબળ બની છે, આ તમામ કારણ થી જાદુગર અશોક ગેહલોટ સત્તા મેળવવાથી દૂર રહ્યા છે.

આ સહિત છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભુપેશ બઘેલ ને પણ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાહેર સભાઓમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેસ બધેલ ઉપર મહાદેવ એપ શહીત ખાન ખનીજ ગોટાલા તેમજ શરાબ ગોટાલા ના આરોપો લગાવ્યા હતા , આ આરોપો માં ભૂપેસ બાઘેલ ની નજીકના કેટલાક લોકો જેલમાં હોય છત્તીસગઢમાં ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો બની રહેતા આરોપોમાં ઘેરાયેલા મુખ્યમંત્રી ભુપેશ બધેલ ની છબી ખરડાતા તેઓને હારનો સામનો કરવો પડ્યો હોવાનું જણાય આવ્યો છે.

કોંગ્રેસની જો વધુ વાત કરીએ તો કોંગ્રેસ માટે એક સારા વાવળ એ આવ્યા છે કે તેણે દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ દ્વારને બંધ કર્યો છે, તેલંગાનામાં કે સી આર પાસેથી સત્તા આંચકી લેવામાં કોંગ્રેસે સફળતા મેળવી છે , એકમાત્ર દક્ષિણ ભારતના તેલંગાના એ જ કોંગ્રેસની લાજ બચાવી છે, તેલંગાનામાં વિજય નો તમામ શ્રેય જો આપવો હોય તો તે રાહુલ ગાંધીની મહેનતને આપવો પડે. તેલંગાનામાં મુખ્યમંત્રી નો કોઈ ચહેરો કોંગ્રેસ પાર્ટી પાસે ન હોવા છતાં તેલંગાના માં રાહુલ ગાંધીએ ખૂબ્ મહેનત કરી, ભારત જોડો યાત્રા થકી મતદારોનો વિશ્વાસ મેળવવામાં રાહુલ ગાંધી એ સફળતા મેળવી હતી અને છેલ્લા દસ દસ વર્ષોથી સત્તા ઉપર આરૂઢ તેલંગાના મુખ્યમંત્રી કે સી.આર. ને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે .તેલંગાના ની જનતા કે સી આર ના 10 વર્ષના શાસનકાળ ને બદલવાનો મન બનાવી બેઠી હોય તેનો સીધો લાભ તેલંગાના ના મતદારોએ કોંગ્રેસ પાર્ટી ને આપ્યો અને વિજયના દ્વાર સુધી પહોંચાડી છે. તેલંગાના ખાતે જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ગત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી નો એક જ ધારાસભ્ય વિજયી થયો હતો હાલ ભારતીય જનતા પાર્ટીના સાત જેટલા ધારાસભ્યો વિજય તરફ આગળ કૂચ કરી રહયા છે,ભારતીય જનતા પાર્ટી એ ભલે સત્તા ના મેળવી પરંતું તેલંગાનામાં પોતાના મતદારોની ટકાવારી મા વધારો કરવામા સફળતા મેળવી છે, પરંતુ વડાપ્રધાન મોદીએ તેલંગાનામાં જે રીતે પ્રચાર અભિયાન આદર્યો હતો તે પ્રમાણે દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ ઉપર તેલંગાના એ બ્રેક લગાવી છે.

દેશનો એક અતિ મહત્વનો રાજ્ય એટલે મધ્ય પ્રદેશ, મધ્યપ્રદેશ માં છેલ્લા 18 વર્ષથી સત્તા રૂઢ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ને પ્રથમ દ્રષ્ટિએ જોતા ટિકિટો ની ફાળવણી સહિત મુખ્યમંત્રી તરિકે પ્રોજેક્ટ ન કરી એક રીતે જોવા જઈએ તો વડાપ્રધાન સહિત વડાપ્રધાનના ચાણક્ય ગણાતા ગૃહ મંત્રી અમિત શાહ એ સાઈડ લાઈન કર્યા હતા, પરંતુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ની દેશના ૫૦ ટકા મતદારો ધરાવતી મહિલા ઓને આકર્ષિત કરવા માટેની મલી બનાવેલ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ મા તેમનો આદર અને સન્માન, મામા તરિકે ની લોકપ્રિયતા સહિત છેલ્લા તબક્કામાં કોંગ્રેસના પ્રચાર અને પ્રસારમાં આવેલ ઢીલાશ અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો નિમ્ન સ્તર ના કાર્યકરો, મતદારો સાથે કોઈ જ લાગ લગાવ ન હોવાનું કારણ અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એ છેલ્લાં સમયે અપનાવેલ સોફ્ટ હિંદુત્વનું કાર્ડ તેમજ મધ્યપ્રદેશ આરએસએસની ગુજરાત સહિતની દેશમાં એક અતી મહત્વની લેબોરેટરી સમાન ગણાતું હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠને ભારતીય જનતા પાર્ટીને વિજય સુધી પહોંચાડવામાં એક અતિ મહત્વની ભૂમિકા ભજવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here