ગોધરા ખાતે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે અદભુત ચિત્ર દોરી દેશવાસીઓને અનોખો સંદેશ અપાયો…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે રેંટિયો ( ચરખો ) પરનું ચિત્ર દોરી અનોખી રીતે લોકોને સંદેશો આપ્યો છે.
દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસના ઉપલક્ષમાં દેશ અને દુનિયામાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. લોકો પ્રેમથી ગાંધીજીને બાપુ કહેતા હતા. ગાંધીજીને રાષ્ટ્રપિતાની પદવી આપવામાં આવેલી છે. ઈતિહાસકારો પ્રમાણે દેશની આઝાદીમાં ગાંધીજીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના અથાગ પ્રયાસોને કારણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી. આવો બાપુના જીવન વિશે જાણકારી મેળવીએ.
જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે ઘણા ક્રાંતિકારીઓ આગળ આવ્યા અને દેશને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને આ લોકોએ મરવાનો ડર પણ ન રાખ્યો અને તેમાંથી એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા. મહાત્મા ગાંધીએ હંમેશા અહિંસાનો માર્ગ અપનાવ્યો અને અંગ્રેજોને એક લાકડીના દમ પર ભારત છોડવાની ફરજ પાડી. ગાંધીજીએ ઘણા આંદોલનો ચલાવ્યા. અંગ્રેજોને કહ્યું કે તેઓ દેશને આઝાદ કરવાથી ઓછી કોઈ બાબતમાં માનશે નહીં. ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે રાત-દિવસ એક કર્યા. તેમની દેશભક્તિ જોઈને બધા ગાંધીજી સાથે જોડાતા ગયા અને પછી ગાંધીજી આગળ અને લોકો પાછળ. વિશ્વ અહિંસા દિવસ દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.
મહાત્મા ગાંધીના જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમણે લંડનથી વકીલાતનો અભ્યાસ કર્યો અને બેરિસ્ટર બનીને ભારત પરત ફર્યા. જ્યારે તે ભારત આવ્યા ત્યારે તે સમયે ભારતની પરિસ્થિતિએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા, ત્યારબાદ તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. અહીં તેમણે અંગ્રેજોને ભારતમાંથી ભગાડીને જ દમ લીધો. ચલાવ્યા આ આંદોલન
1906 માં, મહાત્મા ગાંધીએ ટ્રાસવલ એશિયાટિક રજિસ્ટ્રેશન એક્ટ સામે પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ મીઠા પર અંગ્રેજોના એકાધિકાર સામે 12 માર્ચ 1930 ના રોજ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો, જેમાં તેમણે અમદાવાદ નજીકના સાબરમતી આશ્રમથી દાંડી ગામ સુધી 24 દિવસ સુધી પદયાત્રા કરી હતી. આ સિવાય ગાંધીજીએ ભારત છોડો આંદોલન જેવી ઘણી ચળવળો પણ ચલાવી.
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે લોકો આજ સુધી ગાંધીજીને ભુલતા નથી એવામાં સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગાંઘીજીના જીવન ચરિત્ર પર અહિંસા અને સત્યના માર્ગે ચાલે એક મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો અને તેની યાદ તાજી કરવા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ગરીબ બાળકોએ માહાત્મા ગાઘીજીનુ ચિત્ર રંગપૂર્ણી કરી અનોખી રીતે દેશવાસીઓને એક સંદેશ આપ્યો છે ગાંધીજીના વિચારો અને જીવન પર આધારિત ક્લબ ઓફ વન્ડર વુમન તરફથી એક વકતૃત્વ સ્પર્ધામાં લેવાઈ હતી જેમાં ત્રણ વિજેતાઓને અનુક્રમે પ્રથમ ક્રમે હરિજન રાધિકા દ્વિતીય ક્રમે વણજાર તુષાર તૃતીય ક્રમે મારવાડી ઘાર્મિષ્ઠા ને તમામ ક્લબ ઓફ વન્ડર વુમન હોદેદારો તરફથી ગીફટ, સર્ટિફિકેટ અને રોકડા ઈનામથી શિક્ષકશ્રી ઈમરાન સાહેબને પણ ગીફટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના તમામ બાળકોને પાણીની બોટલ સાથે બોલપેન, પાઉચ, બિસ્કિટ અને ચોકલેટ આપી હતી.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના મશહૂર શિક્ષકશ્રી ઈમરાન સાહેબ ક્લબ ઓફ વન્ડર વુમનના હોદેદારો, વાલીશ્રીઓએ સ્થાનિક લોકોએ અને તમામ બાળકોએ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પુજ્ય માહાત્મા ગાઘીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here