મોહસીને આઝમ મિશન દ્વારા સબ જેલ ખાતે ઇદ મિલાદની ભવ્ય ઉજવણી

મોડાસા (અરવલ્લી) વસીમ શેખ :-

મોહસીને આઝમ મિશન દ્વારા સબ જેલ ખાતે કેદીઓ સાથે સંદેશ સાથે મીઠાઈ નું વિતરણ કરી ને મોહમ્મદ પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી , મોહમ્મદ પેગમ્બર સાહેબ એ સમગ્ર બ્રહ્માંડ માટે દયા અને કૃપા બની ને આવ્યા છે એટલે તેમનો સંદેશ માત્ર મુસ્લિમો પૂરતો નથી સર્વ્યવ્યાપી છે એ ઉદ્દેશ્ય ને લઈ ને મિશન દ્વારા પરમિશન મેળવી સબ જેલ ખાતે તેમના પવિત્ર જીવન ચરિત્ર પર વ્યાખ્યાન આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ,પ્રોગ્રામ ની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી સલીમ ઉપાદ એ તિલાવતે કુરાન કરી હતી,ત્યારબાદ મિશન ના અરવલ્લી મહીસાગર ના નિગરાન આરીફ ભાઈ સિંધવા એ મોહંમ્મદ પેગમ્બરસાહેબ ના જીવન ના વાક્યો સાથે પ્રવચન કરી ને કેદીઓ ને જીવન માં બદલાવ લાવવા પ્રેરક પ્રવચન કર્યું હતું, મિશન ના અસકરી એજ્યુકેશન સર્વિસ ઇન્ચાર્જ સિદ્દીક પટેલે પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું,અશરફી ટિફિન સર્વિસ ઇન્ચાર્જ આસિફ ખાનજી એ મિલાદ ની ઉજવણી ના મહત્વ બતાવતું પ્રવચન કર્યું હતું,મિશન ના મેમ્બર યુનુસ સુથાર ઈકબાલ બાકરોલીયા, વક્તવ્ય આપ્યું હતું
મિશન ના સેન્ટ્રલ કમિટી મેમ્બર તારિક બાંડી એ પોતાના પ્રવચન માં વ્યક્તિ સુધાર પર ભાર મૂકી ને પેગમ્બર સાહેબ ના પવિત્ર જીવન માં થી ઉપદેશ લઈ ને પશ્ચાતાપ નું મહત્વ દર્શાવ્યું હતું.મોલાના ફેઝુદ્દીન સાહેબ પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું અંત માં આભાર વિધિ સાબિર ખોખરે કરી હતી.
કાર્યક્રમ માં મિશન ના પ્રમુખ સૈયદ આશિક અલી સેક્રેટરી ઈમ્તિયાઝ બાંડી,તાહિર ચૂડઘર,ઝાહીદ બાંડી ઝાકીર બાંડી ગુલામનબી બારીવાલા
અશરફ સિંધવા અને અન્ય મેમ્બર્સ હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here