ખાણ ખનીજ વિભાગે પાંચ પથરા પાસે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લામાં ખાન ખનીજ વિભાગ દ્વારા અસરકારક કામગીરીના ભાગરૂપે ઓવરલોડ રેતી ભરેલી એક ટ્રક ઝડપી પાડયું હતું. કરણ માફિયાઓ ખાન ખનીજ વિભાગની ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યા છે અને ગ્રુપ બનાવી ખનીજ વિભાગની ટીમની પળેપળની માહિતી ની જાસૂસી કરી ગ્રુપમાં મોકલી રહ્યા છે તેવા કઠિન સંજોગોમાં પણ પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ આજરોજ કાલોલ અને ઘોઘંબા તાલુકાના અડાદરા પાંચ પથરા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે રેતી ભરેલા એક ટ્રકને રોકી પાસ પરમીટ માંગતા ૨.૫૦૦ મે. ટન ઓવરલોડ ટ્રક જી.જે.૩૫ ટી ૮૭૭૭ ને ઝડપી પાડી હતી અનેક કારમેલ ઇન્ડસ્ટ્રીઝ અડાદરા ખાતે સીઝ કરી મૂકવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here