કોરોના મહામારીમાં વકીલો માટે પણ આર્થિક પેકેજ જાહેર કરવા કાલોલ વકીલ મંડળની સરકાર સમક્ષ માંગ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોનાના કારણે સરકારે તમામ વર્ગ માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે ખેડૂતો, ગરીબો ,મધ્યમ વર્ગ, શ્રમજીવીઓ, દૂધ મંડળીઓ, નાના વેપારીઓ ,નાના ઉદ્યોગો ઉપર આ આર્થિક પેકેજની ખૂબ સકારાત્મક અસરો પડશે. ત્યારે ગુજરાત રાજ્યમાં વકીલોની પણ સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે ત્યારે કોર્ટ સતત બંધ રહેવાથી વકીલોની રોજગારી પર પણ મોટી અસર પડી છે. પાંચ ટકા જેટલા વકીલ જ આર્થિક રીતે સદ્ધર હોવાની ગણતરી છે ત્યારે મોટાભાગના વકીલો સામાન્ય અને મધ્યમ વર્ગની સ્થિતિવાળા છે ગ્રામ્ય વિસ્તારમાં અને નાના શહેરોમાં પ્રેક્ટિસ કરનાર વકીલોની આર્થિક હાલત પણ સારી નથી ત્યારે રાજ્યના તમામ પ્રશ્નોમાં વકીલો સરકારની સાથે રહે છે. રાજ્યના વિકાસમાં પણ વકીલોનો ખૂબ મોટો ફાળો છે ત્યારે વકીલો માટે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરાય તેવી કાલોલ વકીલ મંડળે માંગણી કરી છે. જેથી ચોક્કસ રકમ દર માસે માસિક નિયમિત રૂપે આવક મળે તેવી વ્યવસ્થા કરવા અથવા તો ઓછા વ્યાજની લોન વકીલોને મળે તેવી વ્યવસ્થા કરવા રાજ્યના મુખ્યમંત્રી તેમજ કાયદા મંત્રીને પત્ર લખી માંગ કરી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here