કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં ઉજવાયો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ..

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજ રોજ ભારતીય વૈજ્ઞાનિક સી. વી. રામન દ્વારા કરવામાં આવેલી”રામન ઇફેક્ટ”ની શોધને કારણે તે દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા.ઉપરાંત, વિજ્ઞાન સંબંધિત પુસ્તક પ્રદર્શન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોની માહિતી તથા વૈજ્ઞાનિક સી વી રામનના જીવન સંબંધિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દેશન પણ કરાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here