નર્મદા જીલ્લાના ફતેપુર પંચાયતના દલિત સરપંચને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

રાજપીપળા,(નર્મદા) આશિકપઠાણ :-

તિલકવાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતા જીલ્લા પોલીસ વડા ને રજુઆત

દલિત અને પછાત વર્ગના લોકો ઉપર અવારનવાર ઠેક ઠેકાણે અત્યાચાર ની ધટનાઓ બનતી હોય છે , ત્યારે નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના ફતેપુર ગામ ખાતે એક રાજકીય અને સેવાકીય હોદ્દો ધરાવતા સરપંચ ને જ જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતા દલિત સરપંચ દ્વારા નર્મદા જીલ્લા પોલીસ વડા ને લેખિતમાં ફરિયાદ કરી હોવાનુ જાણવા મળ્યું છે .

બનાવ ની વાત કરીએ તો તિલકવાડા તાલુકા ના ફતેપુર ગામ ખાતે ઉકેડભાઇ ઇશ્રવરભાઈ બારીયાના ધર સામે ખાડો ખોલેલી હતો જેની જાણ તેઓએ તિલકવાડા મામલતદાર સહિત પોલીસ મથકમાં કરી હતી, જેની તપાસ તેમજ ધટતી કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારી ને મામલતદારે જાણ કરી હતી.જેથી તાલુકા વિકાસ અધિકારી પંચાયત ના તલાટી ને સાથે લઇ તપાસ માટે ગયા ત્યારેપંચાયત ના સરપંચ રોહિત નાથાભાઇ જીવણભાઇ પણ સાથે હોય ને બારીયા અક્ષયભાઇ શંકરભાઈ તેમજ બારીયા કિરણભાઈ શંકરભાઈ નાઓએ સરપંચ ને જાતિ વિષયક અપશબ્દો બોલી બિભત્સ ગાળો આપી હતી અને પાવડો લઇને મારવા માટે દોડી આવેલ ત્યારે ગામ ના લોકો એ વચ્ચે પડી તેઓને રોકી સરપંચ ને માર માથી બચાવ્યો હતો , સરપંચ રોહિત નાથાભાઇ જીવણભાઇ એ આ બાબતે તિલકવાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં તેની કોઈ કાર્યવાહી ન થતા સરપંચ દ્વારા જીલ્લા પોલીસ વડા ને લેખિતમાં ફરિયાદ કરી છે જેમાં તેણે પોતે અનુસુચિત જાતિનો સરપંચ હોય તેને દબાવવાનો પ્રયાસ થતો હોવાનું જણાવી પોલીસ રક્ષણ ની પણ માંગ કરી છે અને પોતાને જાતિ વિષયક અપશબ્દો બોલનારા ઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here