કાલોલ પોલીસ સ્ટેશન દ્વારા દોલતપુરા ગામના પ્રોહી લિસ્ટેડ બુટલેગર્સ દિલીપ ઉર્ફે દિલો સામત રાઠોડની પાસા ધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ ભરૂચ ખાતે મોકલી આપવામા આવ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષકશ્રી આર.વી.ચુડાસમા સાહેબ નાઓએ અત્રેના જીલ્લામા દારૂની અસામાજીક પ્રવૃત્તી નેસ્ત નાબુદ કરવા તેમજ પ્રોહી લિસ્ટેડ બુટલેગરો ઉપર પાસા તથા તડીપારની અસરકારક કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.જે.રાઠોડ સાહેબ હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.બી.ચૌધરી સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રે પો.સ્ટે.ના કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતા પ્રોહી લિસ્ટેડ બુટલેગર દિલીપ ઉર્ફ દિલો સામતભાઇ રાઠોડ નાઓની વિરૂધ્ધમા કાલોલ પો.સ્ટે. મા વિદેશી દારૂ પોતાના કબ્જામાં તથા વેચવાના તથા હેરાફેરી કરવાના પ્રોહીબિશન હેઠળના કુલ-૦૪ ગુન્હાઓ દાખલ હતા.
ઉપરોકત ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પંચમહાલ ગોધરા નાઓને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા ઉપરોકત ઇસમને પાસાધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ ભરૂચ ખાતે મોકલી આપવાનો હુકમ શ્રી સુજલ મયાત્રા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ ગોધરા નાઓ તરફથી મળતા પો.સ.ઇ શ્રી જે.ડી.તરાલ નાઓએ ખાનગી બાતમી હકીકત મેળવી જરૂરી પોલીસ માણસો સાથે તેના ઘરે જઇ તપાસ કરી સદર સામાવાળાને પકડી અટકાયત કરી મધ્યસ્થ જેલ ભરૂચ ખાતે મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here