કાલોલ તાલુકાની મહિલાને અભયમ મહીલા હેલ્પ લાઇન દ્વારા પારીવારીક ઝગડામાં સહાયરૂપ બની દવા કરાવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજ રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પીડિતાના પતિનો કોલ આવતાં તેમને જણાવેલ કે તેમના ઘરમાં પ્રોપટી નાં કારણે ઝઘડો થવાનાં કારણે તેમની પત્ની આત્મહત્યા કરવાનાં વિચારો કરી રહી છે તેમને સમજાવવા 181 ની વાનની મદદ માંગી. 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિતાનું કાઉન્સિલીંગ કરતાં તેમને જણાવેલ કે તેમનું 2 માળનું મકાન બનાવેલ છે જેમાં નીચે તેમનાં દિયર દેરાણી રહે છે અને ઉપરના ભાગમાં તેઓ રહે છે. આજ રોજ નીચેના ભાગમાં તેમનાં છોકરાં રમતાં હતાં તો તેમના દિયરે તેમને નીચે રમવાની નાં પાડી અને તેમનો હિસ્સો ઉપર છે તો ત્યાજ રહે તેમ જણાવ્યું. પીડિતાના દિયરને આવું કહેતા જોઈ પીડિતાએ તેમને જણાવ્યું કે નીચે આગળની ખાલી જગ્યામાં અમારો પણ હિસ્સો લાગે છે તે વાતને લઇને બંને પક્ષમાં લડાઈ થઈ ગઈ .તેમના પતિ અને તેમનાં દિયર સાથે કામધંધો કરે છે જેથી પીડિતાએ તેમના પતિને તેમની સાથે કામકાજ કરવાની નાં પાડી અને પોતાનું અલગ કામકાજ કરે તેમ જણાવ્યું.આ ઝઘડાના કારણે પીડિતાના સાસુ રિસાઈને તેમનાં સગાસંબંધી ને ત્યાં જતાં રહયા જેથી પીડિતાના પતિ તેમની સાથે ઝઘડો કરી અને જણાવ્યું કે મારી માતા તેમજ ભાઈ વિના મારે નહી ચાલે અને હું તેમનાથી અલગ કામકાજ નહી કરું અને આમ જણાવતા પીડિત મહિલા અને તેમના પતિ વચ્ચે 4 દિવસ સુધી ઝઘડો ચાલ્યો જેથી તેઓ વારંવાર આત્મહત્યા કરી લેવા માટે જણાવતા તેમને તેમની પત્નીને તેમની બહેનના ઘરે મૂકવાં આવ્યા અને ત્યાં થી પીડિતાએ ભાગવાની કોશિશ કરતા 181 ની વાનની મદદ માંગી. પીડિતાનાં કાઉન્સિલીંગ દરમિયાન તેમને 4 દિવસ થી કંઈ પણ ખોરાક લીધો ન હતો અને વધારે પડતાં રોવાના કારણે તેમનું બીપી લો થઈ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે 108 માં રિફર કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આમ મહીલા હેલ્પ લાઈન ની ઉતમ કામગીરી ને કારણે આત્મહત્યા નો વિચાર કરનાર મહીલા નું જીવન બચાવી શકાયુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here