કાલોલ તાલુકાના સમાં ગામમાં પોલીસ રેડની શંકારાખી એક નાગરીક પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના સમાંગામમાં ગત દિવસોમાં ખુલ્લા ખેતરોમાં ટોળુંવળી જુગાર રમતાં નવ આરોપીઓ વિરુદ્ધ કાલોલ પોલીસે ફરીયાદ નોંધી હતી. જે નવ આરોપી માંનાં એક આરોપીએ પોલીસ રેડની શંકારાખી ગામના એક નાગરીક પર તિક્ષ્ણ હથીયાર ( છરા ) વડે હુમલો કરી જમીન પર પાડી માથાનાં ભાગે છરોમારી દેતાં માથાનાં અને હાથનાં કોણીનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

કાલોલ તાલુકાના સમાગામમાં રહેતાં મનહરસિંહ અમરસિંહ ચાવડા (ઉ.વ.૬૫) નાં ઓએ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદનાં આધારે ગત ૧૫ ઓગસ્ટના રોજ સમાગામના જુગાર રમતાં આરોપીઓને કાલોલ પોલીસે ગામની સીમમાં આવેલાં ખુલ્લા ખેતરોમાંથી નવ ઈસમોને પાનાપતાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડી કાલોલ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધી હતી. જેની શંકાના આધારે ગામના વિજય ઉર્ફે બાબુ જશવંતભાઈ સોલંકી નાંઓએ ૧૮ ઑગસ્ટ નાં સાંજે અંદાજીત ૫:૦૦ વાગ્યાની આસપાસ મનહરભાઈ નાં ફોન.નં :- ૮૧૪૦૪૬૪૬૪૨ ઉપર ફોન કરી નામ પૂછતાં મનહરભાઈએ નામ અને કામ પૂછતાં આરોપી એ ફોન કટ કરી દિધો હતો. તા,૧૯ ઓગસ્ટના રોજ મનહરભાઈ ગામની સીમમાં આવેલા ખેતરોમાં તેમની પાસેની મોટર સાઈકલ લઈને ખેતરેથી ખેતરનું કામ પુર્ણ કરી ઘરે પરત ફરતા ભાદરોલી રોડનાં નાકા પાસે રસ્તામાં ગામના વિજય ઉર્ફે બાબુએ મનહરભાઈ ને રોકી ઊભા કરી દિધો હતો. અને હાથમાં છરો લઈ આવેલ આરોપી કહેતો હતો કે તમે ચાર પાંચ દિવસ પહેલા તમોએ પોલીસ ને જાણ કરી અમોને જુગાર રમતાં પકડવ્યા હતાં અને અવાર નવાર અમારા ઘેર પણ પોલીસ રેડ કરવવાનું જણાવી મોટર સાઈકલ પર સવાર મનહરભાઈ ને ધક્કો મારતા મનહરભાઈ જમીન પરનાં રોડ પર પડી જતાં તેમનાં હાથનાં કોણીનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે જમીન પર પડેલ મનહરભાઈ ઊભા થવા જતાં વિજય ઉર્ફે બાબુ એ પોતાનાં હાથમાં લઈ આવેલ તિક્ષણ હથીયાર ( લોખંડનો છરો ) માથાનાં ભાગે મારી લોહિલુહાણ કરી દેતાં બુમાં બુમ કરતાં પાસેનાં ખેતરોમાં કામ કરતાં લોકો દોડી આવ્યાં હતાં. જેમને વિજય ઉર્ફે બાબુ ને સમજાવી ઘરે મોકતા હતાં ત્યારે આરોપીએ જતાં જતાં જાનથી મારી દેવાની ભમકીઓ આપી હતી.જોકે આસપાસના લોકો આવી પોહચ્યાં હતાં. ઈજાગ્રસ્તને માથાનાં અને હાથના ભાગે ગંભીર જાઓ જણાતા તત્કાલીન મોટરસાઇલ પર દવા સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચતા કાલોલ તબીબ દ્વારા વઘુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જેઓને ત્યાંના તબીબ દ્વારા હાથ ના કોણી ભાગમાં ઇજાઓથી ક્રેક ને કારણે ઓપરેશન કરવું અને માંથાણા ભાગે ગંભીર ઈજાઓથી ટાંકા લીધા હતા. હાલ તેઓને સારવાર અર્થે રાખવામા આવ્યા હોવાની કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંઈ છે. જેની તપાસ કાલોલ પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here