છોટાઉદેપુર ડી આઈ એલ આર કચેરીના સિનિયર સર્વેયર રૂ 1.50 લાખની લાંચ લેતા એ સી બીના હાથે રંગેહાથ ઝડપાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ડી આઈ એલ આર કચેરીના સિનિયર સર્વેયર રવિ હરીશભાઇ ભાયાણી ઉ.વ.૩૩, રેતીની લિઝની માપણી ની શીટ બનાવી લિઝના હદ ના નિશાન બતાવવા અંગે ફરિયાદી પાસે રૂ 1.50.લાખની લાંચ માંગી હતી. જે અંગે એ સી બી એ છટકું ગોઠવી દેતા આજરોજ તા 21/8/23ના રૂ 1.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જમીન માપણી ખાતાના સર્વેયર લાંચમાં ઝાડપાતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર ડી આઈ એલ આર કચેરીના સિનિયર સર્વેયર રવિ હરીશભાઇ ભાયાણી ઉ.વ.૩૩, ઓરસંગ નદી ઓરસંગ નદી, ગામ-સંખેડા, તાલુકો-સંખેડા ,જીલ્લો-છોટાઉદેપુર ખાતે રેતીની લીઝ આવેલ છે જે લીઝની માપણી શીટ બનાવી, લીઝનાં હદ નિશાન બતાવવા પેટે આ આ કામનાં આરોપીએ રૂ.૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં. જીલ્લા નીરીક્ષક જમીન દફતરની ઓફિસ રૂમ નં-૬, ડી.આઇ.એલ.આર.કચેરી, છોટાઉદેપુર ખાતે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧,૫૦,૦૦૦/- સ્વીકારી પકડાઇ ગયેલ છે. આરોપીને ડિટેઇન કરી એસીબી એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચાલતી ચર્ચાઓ મુજબ ડી એલ આર કચેરીના સર્વે સર્વા કહેવાતા રવિ ભયાણી ઘણા સમયથી લોકોની નજરમાં હતા. પરંતુ આજરોજ ભાંડો ફૂટી ગયો હતો. ઉપલા અધિકારીને પણ પોતાના ખિસ્સામાં રાખતા હોય તેવી વાતો રોજ વહેતી હતી. જેનું પરિણામ આજે જોવા મળ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં મગરો છૂટી જાય છે. જ્યારે દેડકા પકડાઈ જય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here