કાલોલ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોએ મામલતદારને આવેદન આપી એસોસિયેશનના સમર્થનમાં ૨”જી ઓક્ટોબરથી પુરવઠો વિતરણ નહીં કરવાની ચિમકી ઉચ્ચારી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

સસ્તા અનાજની દુકાનના સંચાલકોના ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા અગાઉ સરકાર સમક્ષ વ્યાજબી ભાવના દુકાનદારોના હિત માટે વિતરણપાત્ર પુરવઠા પર મળવાપાત્ર કમિશન વધારવા સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે સરકારને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

જેથી દુકાનદારોના એસોસિયેશન દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓ અંગે આગામી ૨જી ઓક્ટોબરથી યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી વિતરણ વ્યવસ્થાથી અડગા રહેવાના માટે ઠરાવ કરવામાં આવ્યો છે , જેથી કાલોલ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોએ તેમના એસોસિએશનના ઠરાવને સમર્થન આપીને રાજ્ય એસોસિયેશન કોઈ આદેશ કે સુચન નહીં કરે ત્યાં સુધી ૨જી ઓક્ટોબરથી પુરવઠો વિતરણ કરવાની વ્યવસ્થા સામે અસહકાર દર્શાવતી ચિમકી ઉચ્ચારતુ આવેદન મામલતદારને આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here