કાલોલ તાલુકાના જેતપુર ગામમાં ચોરી કરવા ઘૂસેલા બે ઇસમોને મોબાઈલ અને રોકડ સાથે રંગે હાથ ઝડપી પાડયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના જેતપુર ગામના નિશાળ વાળા ફળિયામાં તારીખ ૬ ની વહેલી સવારે મોહનભાઈ પ્રતાપભાઈ પરમાર ના ઘરમાં રાત્રિના અઢી વાગે કોઈક અજાણ્યા ઇસમો હોવાનો અણસાર આવતા તેઓ જાગી ગયેલા અને બહાર નીકળી જોર જોરથી બૂમો પાડતાં આસપાસના પડોશીઓ ભેગા થયેલા જે દરમિયાન બે ઈસમો નાસવા જતા આ બધા ભેગા મળીને તેઓને ઝડપી પાડેલા સ્થાનિકોએ તેમનું નામ ઠામ પૂછી સરપંચને જાણ કરતા સરપંચે કાલોલ પોલીસ મથકે જાણ કરતાં કાલોલ પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો તે દરમિયાન વીરાભાઇ ભરવાડ એ પણ જણાવ્યું હતું કે તેઓનો જીઓ કંપનીનો એક મોબાઇલ ગુમ છે. આ ઉપરાંત મોહનભાઈ પરમારે પોતાના ઘરમાં તપાસ કરતાં ઘરનો દરવાજાનો નકુચો ખોલેલો અને તીજોરી નું તાળુ તુટેલું જોવા મળેલ અને ઘર માં તિજોરી માં મુકેલા રોકડ રૂ. ૩૫૦૦ તથા તિજોરી ઉપર અને અલગ અલગ જગ્યાએ મુકેલા ચાર એમ.આઈ અને સેમસંગ કંપનીના મોબાઇલ ગુમ થયેલા જોવા મળેલા. જે તમામ વસ્તુઓ આ બંને ઈસમો પાસેથી મળી આવેલા. બંને ઈસમો પૈકી (૧) મોઈન ઉર્ફે ઝફર ઉમરભાઈ જરોદિયા રે. પરષોતમ નગર સોસાયટી કાલોલ તથા (૨) ફીરદોશ ઉર્ફ જોન્ટી ફિરોજભાઈ બંજારા રે.મરિયમ પાર્ક અલીફ નગર વિભાગ ૨,તાંદલજા -વડોદરા ના હોવાનું બહાર આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોઈન ઉર્ફે ઝફર ઉમરભાઇ કાજી નું નામ ધારણ કરી ને આ અગાઉ ગયા વર્ષે બાઈક ચોરીના ગુનામાં કાલોલ પોલીસના હાથે ઝડપાયો હતો .કાલોલ પોલીસે ઈપીકો કલમ ૪૫૭ ૩૮૦ ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી બંનેને સરકારી ગાઇડલાઇન મુજબ બન્ને ને કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવવા માટે કોવીડ સેન્ટર ખાતે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે તથા ગુના ની તપાસ પી. એસ. આઈ એલ. એ. પરમારે શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here