કાલોલ તાલુકાના ખડકી દૂધ ઉત્પાદન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ખડકી સહકારી દૂધ મંડળીના ચેરમેન પદ માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ 600 ઉપરાંત ગ્રાહકો ધરાવતી ખડકી સહકારી દૂધ મંડળીમાં 12 જેટલા સભાસદોની નિમણૂક કરવામાં આવી હતી 12સભાસદો પૈકી ત્રણ સભાસદોએ ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી પ્રથમ ઉમેદવાર ગોહિલ દિનેશભાઈ નરવતભાઈ ને ચાર મત મળ્યા હતા તેમજ બીજા ઉમેદવાર ગોહિલ કિર્વતભાઈ શનાભાઇ ને આઠ મત મળ્યા હતા અને ત્રીજા ઉમેદવાર કમલેશભાઈ પુજાભાઈ ને 0 મત મળ્યા હતા જે પૈકી સૌથી વધુ આઠ મત મેળવનાર ગોહિલ કિર્વતભાઈ શનાભાઇ વિજેતા જાહેર કરાયા
તદ ઉપરાંત વાઇસ ચેરમેનની ચૂંટણી હાલ મોફૂક રાખવાંમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here