કાલોલ તાલુકાના મોકળ ગામની દૂધ મંડળીના ગ્રાહકે ફેટ ઓછા આવવાથી તેની પૂછપરછ કરતાં ડેરીના ઓપરેટર અને સેક્રેટરીએ ગ્રાહક પર હુમલો કર્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મોકળ ગામની દૂધ ની ડેરી માં તા. ૨૪/૧૧/૨૩ ના રોજ સાંજના સમયે મોકળ ગામના રંગીતસિંહ ચૌહાણ દૂધ ભરવા ગયા હતા ત્યારે દૂધના ફેટની બાબતે ઓપરેટર ખુમાનસિહ ચૌહાણને પુછતા કે તમારા ગાય-ભેંસના દુધના ફેંટ વધારે આવે છે અને અમારા ગાય ભેંસોના ફેટ કેમ ઓછા આવે છે તેવું કહેતા ડેરીના ઓપરેટર ખુમાનસિંહ ચૌહાણ કહેવા લાગ્યા કે તું કોણ છે અને અમે અમારી મરજી ના માલિક છે
તેમ કહીને ઓપરેટર અને ડેરી ના સેક્રેટરી બને જણા રગીતસિહ ને અપશબ્દો અને ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે રગીતસિહ ગાળો બોલવાની ના પાડતાં ઓપરેટર ખુમાનસિંહ ચૌહાણે લાકડી લઈ આવીને રંગીતસિંહને લાકડીનો માર માર્યો હતો ત્યારે ડેરીના સેક્રેટરી અશ્વિનભાઈ પરમારે ગડદાપાટુનો માર માર્યો હતો અને ચપ્પા ના ઘા મારતાં માથાના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત બનેલા રગીતસિહ ને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા વધુ તપાસ કાલોલ પોલીસે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here