કાલોલ તાલુકાના એક ગામની બે સગીરાઓની છેડતીના કિસ્સાના એક આરોપીએ સગીરાના વાલીઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ચાર માસ જૂના બનાવ અંગે ફરિયાદ નોંધાતા ચકચાર

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક ગામની બે સગીરાઓની સાથે છેડતી કરવાના મામલે ગત ૧૩/૦૭/૨૦૨૦ના રોજ ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકીના એક આરોપીના પિતાએ તેમના પુત્ર સાથે જાતીય સતામણીના આરોપસર સગીરાઓના વાલીઓ સામે વળતી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં દ્વીપક્ષીય ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના અંગેની વિગતો મુજબ વેજલપુરના રોહિત વાસમાં રહેતા પ્રવિણભાઈ રામભાઈ ચમારે દાખલ કરેલી ફરિયાદ વિગતો મુજબ તેમનો મોટો દિકરો નામે મિતેષ ચમાર ગત ૨૩/૦૬ની સાંજે સાડા આઠ વાગ્યાના સુમારે તેના વેજલપુરના વ્યાસડા ગામમાં રહેતા તેમના મિત્ર જયદીપ ઠાકોરના ઘેર ગયા હતા. અને પરત લેવા પોતાના મિત્ર હેત કુમાર ગોહીલને બોલાવેલ એ સમયે જયદીપના ઘરની બાજુમાં રહેતા વિરેન્દ્રસિંહ ઠાકોર અને સુરેશસિંહ ઠાકોર બન્નેએ આવીને કહેલ કે અમને ખબર છે ટુ ક્યાંનો છુ તું કઈ જાતિનો છું તું વેજલપુરનો ચમાર છું, તો તું અમારા ઠાકોરોના ગામમાં કેમ આવ્યો છું કહીને બન્નેએ જાતીય અપમાનજનક ગાળો આપી મિતેષ ચમાર સાથે ધોલધપાટ કરી હતી, જેથી મિતેષના મિત્ર હેત મિતેષને છોડાવવા માટે વચ્ચે પડતા બન્નેએ સાથે મળીને બન્ને યુવકોને ગડદાપાટુનો માર મારી હવે પછી અમારા ગામમાં આવ્યા છો તો જાનથી મારીને ગામમાં દફનાવી દેવાની ધમકીઓ આપી હતી. તદ્ઉપરાંત વિરેન્દ્ર ઠાકોરે તમે લોકો મને ઓળખતા નથી, હું વકીલ છું તેવો રોફ જમાવીને જો કોઈ ફરિયાદ કરી છે તો તમને બધાને છેડતીની ફરિયાદમાં ફસાવી દઈશ એવી ધમકીઓ આપી હતી. જે ઘટના અંગે તા. ૧૩/૦૭ના રોજ સુરેશસિંહ ઠાકોરે આ કામના મિતેષ ચમાર, હેત ગોહિલ, જયદીપ ઠાકોર અને અન્ય એક એમ ચાર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે સગીરાઓની છેડતીના મામલે ફરિયાદ દાખલ કરતા વેજલપુર પોલીસે મિતેષ ચમાર અને તેના મિત્રોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરતા એ સમયે મિતેષ ચમારે પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી મજુરી કામે બહારગામ જતો રહ્યો હતો અને ત્રણ મહિના પછી ઘેર પરત ફરતા વેજલપુર પોલીસે મિતેષ ચમાર સહિત ચાર આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે સમગ્ર પ્રકરણમાં બન્ને વાલીઓએ છેડતીનો કેસ ઉભો કરી અમારી પર દબાણ ઉભુ કરતા છેવટે જાતીય અપમાન અને સતામણી મામલે સગીરાની છેડતીના મામલામાં સંડોવાયેલા મિતેષ ચમારના પિતાએ તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરતા વેજલપુર પોલીસે વિરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ દિનકરસિંહ ઠાકોર અને સુરેશસિંહ વખતસિંહ ઠાકોર (બન્ને રહે. મોટું ફળિયુ, ગામ-વ્યાસડા) વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ જાતીય સતામણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ હેઠળનો ગુનો નોંધી આગળની એસસી એસટી સેલ ના નાયબ પોલીસ અધિક્ષક એસ ડી રાઠોડ દ્વારા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here