કાલોલ તાલુકાના મોકળ ગામે દૂધ ભરવા જતા સાયકલ સવારને અડફેટે લઇ ઇજાગ્રસ્ત કરતા ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના મોકળ ગામમાં સાગોળ ફળિયામાં રહેતા રામાભાઈ રયજીભાઈ ચૌહાણ ગત તા ૦૨/૧૧ ના રોજ સાંજના ગામની દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે સાયકલ લઇને પસાર થતા હતા ત્યારે એક મોટરસાયકલ ચાલક દ્વારા પૂરઝડપે બેફિકરાઈથી ગફલત ભરી રીતે મોટરસાયકલ હંકારી સાયકલ સવારને અડફેટમાં લેતા અથડાવી દેતા અકસ્માત કરતા રામાભાઈ રયજીભાઈ ચૌહાણને માથાના ભાગે કપાળ ઉપર બરડાના ભાગે તથા છાતીના ભાગે જમણા પગે ડાબા હાથે ઈજાઓ પહોંચી હતી તથા મોટરસાયકલ સવાર પોતે અને તેની પાછળ બેઠેલા ઈસમને પણ ઈજાઓ પહોંચી હતી રાહદારીઓ માંથી કોઈકે 108ને ફોન કરતા 108 મારફતે મોટરસાયકલ પર બેઠેલા બંને જણ અને ઈજાગ્રસ્ત રામાભાઇ કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરવામાં આવેલા મોટરસાયકલ ચાલક કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ નાસી ગયેલો દવા સારવાર કરાવ્યા બાદ રામાભાઈ રાવજીભાઈ ચૌહાણ ની તબિયત સારી થતા તેમના પત્ની દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાયકલ ચાલક જીજે ૧૭ બી સી ૭૪૩૦ વિરુદ્ધઅકસ્માત કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here