કાલોલમાં વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ ખાબકયો… સુસ્વાટા બંધ પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી જેના પગલે આજે વહેલી સવારથી કાલોલ માં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રવિવારના સવારના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધૂળ ની ડમરીઓ અને સુસવાટા બંધ પવન ફૂંકાવાની સાથે વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.સુસ્વાટા બંધ પવન સાથે આવેલા વરસાદના કારણે કેટલાક સ્થળે પતરાના સેડ ઉડવાની ઘટના,ઝાડ પડવાની ઘટના સર્જાતા કાલોલ તાલુકા પંચાયત કચેરી સામે વડોદરા ગોધરા હાઇવે પર લીમડાનાં ઝાડ ની મહાકાય ડાલ‌‌‌ પણ પવનના કારણે જમીનદોસ્ત થવા પામ્યી હતી.જોકે આ સમયે આજુબાજુમાં કોઈ હોય નહીં જાન હાની ટળી હતી. જ્યારે બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વાવેતર કરાયેલા બાજરીના પાકને પણ નુકસાન થતાં જગતનો તાત પણ વિમાસણમાં મુકાયો હતો.તો કાલોલ પંથકના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારમાં વરસાદ અને પવનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here