કાલોલમાં જાહેરનામાના ભંગ બદલ બે રિક્ષા ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દરરોજ સ્ટેશન પાસે આવતા એક છકડો રીક્ષા ચાલક તેના છકડા રીક્ષા માં પોતે ઉપરાંત પાંચ જેટલા માણસો ને બેસાડી ને છકડો હંકારી જતો હતો તેને પોલીસે અટકાવી કોરોના વૈશ્વિક મહામારી ના અંતર્ગત તા ૩૦/૦૯ સુધી નું જાહેરનામુ અમલમાં હોવાનું જાણવા છતા સોશીયલ ડિસ્ટન્સ નહી જાળવવા બદલ છકડા ચાલક ખુમાનસિંહ ચૌહાણ મોટી કાનોડ પંચાલ ફળિયા વિરુદ્ધ જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અન્ય એક બનાવમાં જિલ્લા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ દ્વારા કાલોલ પોલીસ મથકે દિલીપભાઈ સનાભાઇ ગોહિલ રહેવાસી ખડકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવેલ કે તા ૨૧/૦૯ ના રોજ ટ્રાફિક વિભાગના પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત સામે પોતાની સીએનજી રીક્ષામાં કરતાં વધુ માણસો બેસાડી ઘોડા ગામ નજીક થી કાલોલ તરફ જતો હતો તે દરમિયાન તેનું વાહન ડિટેઇન કરવામાં આવેલ જે અંગેનો આરટીઓનો મેમો ભરવા જતાં વાહન વ્યવહાર કમિશનરના પત્રના આધારે આરટીઓ એ મેમો સ્વીકારેલ નહોતો અને પ્રોસીક્યુશન માટે નો પત્ર મોકલેલ હતો જે અંતર્ગત જિલ્લા ટ્રાફિક વિભાગ ગોધરા દ્વારા કાલોલ પોલીસ મથકે ૧૮૮ અને ૧૩૯,૧૭૭ મુજબ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here