વેજલપુર પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ટોળા થતા ૧૨ ઈસમો વિરુદ્ધ ૩ કેસો નોંધાયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એનએમ રાવત તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થી કારણ વગર બિનજરૂરી એકસાથે ભેગા થઈ ને જાહેરનામાનો ભંગ કરતા ત્રણ કેસ નોંધી બાર ઈસમોની અટકાયત કરતા વેજલપુર પોલીસ મથકની હદમાં બેફિકરાઈથી ટોળે વળી ફરતા ઇસમોમાં ફફડાટ વ્યાપ્યો છે. કોરોના મહામારી એ વૈશ્વિક રૂપ ધારણ કર્યું છે તેના સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે અને સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર ગૃહ વિભાગ તથા જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું અમલમાં હોવા છતાં પણ વેજલપુર પોલીસ મથક વિસ્તારમાં વેજલપુર ખરસાલીયા ચોકડી પાસે એકસાથે ટોળા થઈને વાતો કરતા ચાર ઈસમો તથા ધુસર રોડ ઉપર એકસાથે ભેગા થઈને વાતો કરતા ચાર લોકો ઉપરાંત વેજલપુર સુરેલી રોડ ઉપર પણ રાત્રીના સુમારે ચાર માણસો ટોળું વળીને ઉભેલા એમ કુલ ત્રણ અલગ અલગ બનાવમાં બાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલાં ભરતા કોરોના ને નજર અંદાજ કરી પોતાનું તથા બીજા નું સ્વાસ્થ્ય જોખમમાં મૂકનાર બિનજરૂરી એકસાથે ભેગા થઈને કોરોના વાયરસના ભયનું વાતાવરણ ઊભુ કરનાર ઈસમો માં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here